Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ઇલેકટોરલ બોન્‍ડ નાના - પ્રાદેશિક પક્ષો માટે આશીર્વાદરૂપ : તિજોરી ભરાઇ ગઇ : માલામાલ

તૃણમુલ - બીજેડીને બખ્‍ખા થઇ ગયા : આવકમાં ધરખમ વધારો : તેલંગણા રાષ્‍ટ્ર પાર્ટીની ૧ વર્ષની આવકમાં ૪૮૦ ટકાનો વધારો

નવી દિલ્‍હી તા. ૧૦ : ઇલેકટોરલ બોન્‍ડને વિપક્ષી ફંડિંગ પર અંકુશ લગાવનાર ગણાવીને ભલે તેની ટીકા કરવામાં આવતી હોય પરંતુ આ બોન્‍ડ નાના અને ક્ષેત્રીય દળોને પણ માલામાલ કરનાર સાબિત થયા છે. આ બોન્‍ડથી તૃણમૂલ કોંગ્રેસ અને બીજું જનતા દળ જેવા અનેક રાજનૈતિક દળોની આવકમાં ઉછાળો આવ્‍યો છે.

તૃણમૂલ કોંગ્રેસની આવકમાં ૯૬ ટકા ભાગ બોન્‍ડનો છે તેમજ બીજદને એકે વર્ષમાં સંપૂર્ણ આર્થિક સહયોગ બોન્‍ડથી જ મળ્‍યો. તેલંગાણામાં સતાધારી તેલંગાણા રાષ્ટ્ર પક્ષની આવક એક વર્ષમાં ૪૮૦ ટકા વધી. તેમના ૭૦ ટકા થી વધુ ભાગ બોન્‍ડનો છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ થયેલા ખાતા વહીના વિવરણથી આ ખુલાસો થયો છે. પંચના તૃણમૂલ કોંગ્રેસ, બસપા, તેમજ રાકાંપા સહિત ૨૦ પક્ષોની ઓડિટ રિપોર્ટ જાહેર કરી છે. બીજેપી તેમજ કોંગ્રેસની નાણાંકીય રિપોર્ટ હજુ જાહેર થઇ નથી.

ᅠપヘમિ બંગાળમાં ટીમએસીને છેલ્લા નાણાંકીય વર્ષમાં થયેલી ૫૪૫.૭૪ કરોડની આવકમાંથી ૫૨૮.૧૪ કરોડ રૂપિયા બોન્‍ડમાંથી મળ્‍યા. જયારે ૨૦૨૦-૨૧માં તેને બોન્‍ડથી ૪૨ કરોડ રૂપિયા મળ્‍યા. ઓડિશામાં બીજદને એક જ વર્ષમાં આવક ૭૩.૩૭ કરોડ રૂપિયાથી વધીને ૩૦૭.૨૮ કરોડની થવાની જાણકારી આપી છે. તેમાં ૨૯૧ કરોડ ની રાશિ બોન્‍ડથી પ્રાપ્ત થઇ તેનાથી ગયા વર્ષે તેને બોન્‍ડથી ૬૭ કરોડ રૂપિયા મળ્‍યા હતા.

(10:21 am IST)