Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

તમારા મગજમાં જે રાહુલ ગાંધી છે તેને મેં મારી નાંખ્‍યો

રાહુલ ગાંધીએ આવું કેમ કહ્યું ? : મને મારી છબી સાથે કોઇ લેવા દેવા નથી અને તેમાં કોઇ રસ નથી : રાહુલ ગાંધી

નવી દિલ્‍હી તા. ૧૦ : ભારત જોડો યાત્રા હવે હરિયાણાથી પસાર થઈ રહી છે. ત્‍યારે રવિવારે પત્રકાર પરિષદમાં પત્રકારોએ સવાલ કર્યો હતો કે, આ યાત્રાથી તેમની છબીમાં કેવો બદલાવ આવ્‍યો છે. ત્‍યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમારા મગજમાં જે રાહુલ ગાંધી છે તેને મેં મારી નાંખ્‍યો છે. હવે તે મારા મગજમાં બિલકુલ નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં તે રાહુલ ગાંધીને મારી નાંખ્‍યો છે અને હવે તેઓ પોતાની છબીને લઈને સહેજ પણ ચિંતિત નથી. તેમણે કહ્યું હતું કે, ભારત જોડો યાત્રાને લઈને તેમનો ઉલ્લેખ ના થવો જોઈએ. જે શખ્‍સને આપ જોઈ રહ્યાં છો તે રાહુલ ગાંધી નથી. તને તેને જોઈ શકો છો પણ સમજી નથી શકતાં. હિન્‍દુ ધર્મગ્રંથોને વાંચો, શિવજી વિશે વાંચો ત્‍યારે જ તમે સમજી શકશો. રાહુલ ગાંધી તમારા મગજમાં છે મારા નહીં. તે ભાજપના મગજમાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમે લોકો આટલા પરેશાન કેમ દેખાઓ છો? મને મારી છબી સાથે કોઈ લેવા દેવા નથી. મને તેમાં કોઈ રસ નથી. તમે મને જેવી જોઈએ તેવી છબી આપી શકો છો. સારી અથવા તો ખરાબ. ગત વર્ષે નવેમ્‍બરમાં રાહુલ ગાંધીએ આવી જ રીતે કોમેટ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ અભિયાન તેમના વિશે બુલકુલ નથી. તેમણે કહ્યું હતું કે, મે રાહુલ ગાંધીને વરસો પહેલાં જ જવા દીધા છે. હવે તે તમારા મગજમાં છે મારા મગજમાં નહીં. પ્રયત્‍ન કરો અને સમજો. જુઓ લોકો તાલી વગાડે છે તમે કંઈ સમજયાં? એક વ્‍યક્‍તિએ સમજયું જે તમારા દેશનાં દર્શન છે. તેને સમજો એ તમારા માટે સારૂ રહેશે.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ભારતના લોકોને કયા દ્રષ્ટિકોણથી પ્રાપ્ત કરી રહ્યાં છે. એ સમયે લોકોએ આ કોમેટને કોંગ્રેસ અધ્‍યક્ષ પદ પર ફરીવાર આવવાના ઈનકાર તરીકે જોઈ હતી. ચુંટણીમાં સતત મળી રહેલી હાર બાદ રાહુલ ગાંધીએ ૨૦૧૯માં અધ્‍યક્ષનું પદ છોડી દીધું હતું. ભારત જોડો યાત્રા વચ્‍ચે જે કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણીના કેટલાક સપ્તાહ પહેલાં તેમણે પોતાને અધ્‍યક્ષ પદની દાવેદારીથી અલગ કરી દીધા હતાં. આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ ભાર દઈને કહ્યું હતું કે, તેઓ હવે પાર્ટીના ઉચ્‍ચ પદની રેસમાં નથી.

(10:25 am IST)