Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

પૂર્વ દિલ્‍હીના કોંડલી વિસ્‍તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી

કુંવારી છોકરીએ જન્‍મ આપીને બાળકને એપાર્ટમેન્‍ટમાંથી ઘા કરીને ફેંકી દીધો : માસૂમનું મોત

નવી દિલ્‍હી તા. ૧૦ : પૂર્વ દિલ્‍હીના કોંડલી વિસ્‍તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ૨૦ વર્ષની છોકરીએ બાળકને જન્‍મ આપ્‍યા બાદ એપાર્ટમેન્‍ટમાંથી નીચે ફેંકી દીધું હતું. ઉંચાઈ પરથી પડી જતાં નવજાત બાળકનું મોત થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અપરિણીત છે, તેથી તેણે સામાજિક નિંદાથી બચવા માટે આ ભયંકર પગલું ભર્યું.

ઘટના મયુર વિહાર વિસ્‍તારના જય અંબે એપાર્ટમેન્‍ટની છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.  પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્‍યું કે તે અપરિણીત છે.  લગ્ન કર્યા વિનાની માતા હોવાને કારણે, તે બાળકથી છૂટકારો મેળવવા માંગતી હતી. તેથી તેણે બાળકને એપાર્ટમેન્‍ટના બાથરૂમની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો.

પોલીસે જણાવ્‍યું કે આ મામલે એપાર્ટમેન્‍ટમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જયારે યુવતીના ઘરે તપાસ કરવામાં આવી ત્‍યારે ડસ્‍ટબીનમાં લોહીના નિશાન મળી આવ્‍યા હતા. ત્‍યારે નવજાતનું મૃત્‍યુ થયું છે. ડોકટરોએ જણાવ્‍યું કે માથામાં ગંભીર ઈજાના કારણે નવજાત કોમામાં જતું રહ્યું, ત્‍યારબાદ તેનું મૃત્‍યુ થયું.

(11:40 am IST)