Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ચંદા કોચર દીપક કોચર લોન ફ્રોડ કેસ: ICICI બેન્ક લોન ફ્રોડ કેસના આરોપી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર જેલમાંથી મુક્ત થયા

મુંબઈ :ICICI બેંકના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર મંગળવારે લોન ફ્રોડ કેસમાં જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત થયા હતા. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

બોમ્બે હાઈકોર્ટે સોમવારે લોન ફ્રોડ કેસમાં કોચરને વચગાળાના જામીન આપ્યા છે. ચંદા કોચર મુંબઈની ભાયખલા મહિલા જેલમાંથી બહાર આવી હતી, જ્યારે તેના પતિને આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.એમ અધિકારીએ જણાવ્યું હતું. વીડિયોકોન-આઈસીઆઈસીઆઈ બેંક લોન ફ્રોડ કેસમાં સીબીઆઈએ 23 ડિસેમ્બર, 2022ના રોજ કોચરની ધરપકડ કરી હતી.
 

આ દંપતીએ તેમની ધરપકડને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે તેની ધરપકડ કાયદાની જોગવાઈઓ અનુસાર નથી. સીબીઆઈએ ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 2019ની કલમો હેઠળ નોંધાયેલી એફઆઈઆરમાં આરોપી તરીકે દિપક કોચર, સુપ્રીમ એનર્જી, વિડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત કોચર્સ, ન્યુપાવર રિન્યુએબલ્સ (NRL)નું નામ આપ્યું છે.તેવું પી.કે.દ્વારા  જાણવા મળે છે.

 

(12:31 pm IST)