Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

કોવોવૈકસને આગામી અઠવાડીયે બૂસ્ટર ડોઝ તરીકેની મંજૂરીની શકયતા

કોરોનાને હરાવવા માટે ભારતને મળશે વધુ એક હથિયાર

 નવી દિલ્હી,તા.૧૦ : ભારતમાં હાલમાં કોરોનાની સ્થિતી સામાન્ય છે. દુનિયાના કેટલાય દેશોમાં કોરોનાના કેસો વધવાને લઈને ભારતમાં પણ એલર્ટ છે. તેને જોતા દેશભરમાં ફરી એક વાર વેકસીનેશન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. સારી વાત એ છે કે, કોવોવૈકસ વેકસીનને આગામી અઠવાડીયે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી શકે છે.

 ભારતના ડ્રગ રેગ્યુલેટરની એક એકસપર્ટ પેનલ આગામી અઠવાડીયે સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા તરફથી બનાવામાં આવેલી કોવિડ ૧૯ વેકિસન કોવોવૈકસને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી શકે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે, કોવોવૈકસના પ્રતિબંધિત ઉપયોગ માટે પહેલાથી મંજૂરી આપી દીધી છે અને બૂસ્ટર તરીકે તેનો ઉપયોગ કરવા માટે આગામી અઠવાડીયે થનારી બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

 અદાર પૂનાવાલાએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, કોવોવૈકસ રસીને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ વેકિસન કોવિશીલ્ડની સરખામણીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ ખૂબ જ સારી રીતે કામ કરે છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર પાસે સપ્લાઈ માટે રસીનો પુરતો ભંડાર છે.

 ૨૮ ડિસેમ્બર ૨૦૨૧ના ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈંડિયાએ યુવાનોમાં ઈમરજન્સી યૂઝ માટે કોવોવૈકસને મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ તે ૧૨ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળનારી ચોથી વેકિસન બની ગઈ હતી. આ એક પ્રોટિન સબયૂનિટ વેકિસન છે, જે ઈમ્યુનિટીને બચાવી રાખશે. પૂનાવાલાએ એવું પણ કહ્યું કે, કોરોનાના કહેરની વચ્ચે સૌ કોઈ ભારત તરફ આશાની નજરથી જોઈ રહ્યા છે.

(3:55 pm IST)