Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ફ્‌લાઈટમાં હોબાળાની વધુ એક ઘટનાઃ કપડાં ઉતારી સહયાત્રીને મુક્કા મારવા લાગ્‍યો શખ્‍સ

ટ્‍વિટર પર વિમાનની અંદરની લડાઈનો વધુ એક વીડિયો સામે આવ્‍યો છેઃ ક્‍લિપમાં એક શર્ટલેસ માણસ સાથી મુસાફર સાથે હિંસક રીતે લડતો જોઈ શકાય છે

નવી દિલ્‍હી, તા.૧૦: ફ્‌લાઇટમાં મુસાફરો સાથે દુર્વ્‍યવહારના કિસ્‍સાઓ છેલ્લા કેટલાક દિવસોથી પ્રકાશમાં આવી રહ્યાં છે. ઈન્‍ડિગો એરહોસ્‍ટેસ-પેસેન્‍જર ઝઘડો, બેંગકોક-કોલકાતા ફ્‌લાઇટમાં મિડ-એર સ્‍લેપ મેચ અને એર ઈન્‍ડિયાની નિદાંત્‍મક પી ઘટનાને લઈ હોબાળો મચ્‍યો છો, ત્‍યાં અન્‍ય વધુ એક ઘટના સામે આવી છે. હવે ટ્‍વિટર પર વિમાનની અંદરની લડાઈનો વધુ એક વીડિયો સામે આવ્‍યો છે.

બિટાન્‍કો બિસ્‍વાસ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો બિમાન બાંગ્‍લાદેશદ્વારા સંચાલિત ફ્‌લાઈટની અંદર શૂટ કરવામાં આવ્‍યો છે. ક્‍લિપમાં એક શર્ટલેસ માણસ સાથી મુસાફર સાથે હિંસક રીતે લડતો જોઈ શકાય છે. જેમ જેમ વિડિયો આગળ વધે છે તેમ તેમ ઘટનાના સાક્ષી રહેલા અન્‍ય લોકો તે પેસેન્‍જરને ખેંચીને તેને મારવાથી રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમના પ્રયત્‍નો પણ વ્‍યર્થ જાય છે.

આ ક્‍લિપને ૧૧૫ હજારથી વધુ વખત જોવામાં આવી છે અને તેને ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. પેસેન્‍જરના આવા અભદ્ર વર્તનથી ઇન્‍ટરનેટ પર નિરાશા છવાઈ ગઈ. જ્‍યારે કેટલાકે ધ્‍યાન દોર્યું કે આવા લોકો પર કાયમી ધોરણે ઉડાન પર કેવી રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ, અન્‍ય લોકોએ લખ્‍યું કે કેવી રીતે વિમાનમાં અનિયંત્રિત મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્‍સાઓ ચિંતાજનક દરે વધી રહ્યા છે.

ઘણા લોકોએ ફ્‌લાઈટમાં ચઢતા પહેલા તમામ મુસાફરોની યોગ્‍ય તપાસ કરવાની પણ માંગ કરી હતી.ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને તાજેતરમાં ન્‍યૂયોર્કથી દિલ્‍હી જતી એર ઈન્‍ડિયાની ફ્‌લાઈટમાં પેશાબ કરવાની ઘટના પર ટિપ્‍પણી કરતાં કહ્યું હતું કે,‘તે મારા અને એર ઈન્‍ડિયાના મારા સાથીદારો માટે અંગત દુઃખનો વિષય હતો'.

(3:56 pm IST)