Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ઍરટેલ કંપનીનો ૧૭૯૯ રૂપિયાનો વાર્ષિક વેલિડીટી વાળા સસ્તો રિચાર્જ પ્લાન

ઍરટેલ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી અનલીમીટેડકોલ, ૩૬૦૦ ઍસ.ઍમ.ઍસ. અને ર૪ જીબીડેટા ઉપલબ્ધ થશે

ન્યુ દિલ્હી તા. ૧૦ :.. ઍરટેલ કંપનીઍ ગ્રાહકો માટે ૧૭૯૯ રૂપિયાનો વાર્ષિક વેલિડીટી વાળો રીચાર્જ પ્લાન અમલમાં મુકયો છે. દર મહિને રિચાર્જ માંથી છૂટકારો મળી શકશે. આ રિચાર્જ પ્લાનનો ખર્ચ દર મહિને ર૦૦ રૂપિયાથી પણ ઓછો છે, ફ્રી કોલ, ડેટા, અને ઍસઍમઍસની સુવિધા પણ મળશે.

જો તમે પણ એરટેલ યૂઝર હોવ અને એવો કોઈ પ્લાન ખરીદવા માંગતા હોવ જેમાં તમારે દર મહિને રિચાર્જ કરાવવું ન પડે, તમને ઓછા પૈસામાં આખા વર્ષની વેલિડિટી મળી જાય, તો અમે તમને એક એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે જાણીને તમને મજા પડશે. એરટેલનો સૌથી સસ્તો 1799 રૂપિયાનો આ વાર્ષિક રિચાર્જ  પ્લાન છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે એકદમ બેસ્ટ છે જેમની પાસે એરટેલનું બીજુ સીમ છે અને તેમણે આખુ વર્ષ પોતાના સીમને એક્ટિવ રાખવું છે. આ 1799 રૂપિયાનો પ્લાન ઢગલો ફાયદા સાથે આવે છે. આ પ્લાનનો ખર્ચ મહિને 200 રૂપિયાથી પણ ઓછો છે. 

જો આ પ્લાનના ડેઈલી ખર્ચ વિશે વાત કરવામાં આવે તો તે 5 રૂપિયાથી પણ ઓછું છે. એટલે કે 5 રૂપિયાના દૈનિક ખર્ચમાં તમને સીમ એક્ટિવ રાખી શકો છો. પ્લાનના ફાયદા વિશે જાણીએ. એરટેલનો 19799 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે. 1799 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને 365 દિવસ સુધી વિલિડિટી મળે છે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને વાર્ષિક 3600 એસએમએસ ફ્રી મળશે. એરટેલના પ્લાનમાં ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ વોઈસ કોલ મળશે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની રહેશે.

એક વર્ષમાં તમને 24જીબી ડેટા મળશે. ડેટા પૂરો થયા બાદ તમારે ડેટા માટે ડેટા પ્લાનવાળું ટોપ અપ રિચાર્જ કરાવવું પડશે. જો તમારે ફક્ત સીમ એક્ટિવ રાખવું હોય અને ડેટાની જરૂર ન હોય તો તમારે ડેટા રિચાર્જની જરૂર નહીં રહે. આ ઉપરાંત આ પ્લાનમાં Free Hellotunes, Wynk Music વગેરે ફ્રી સબસ્ક્રિપ્શન પણ ગ્રાહકોને મળશે. 

આ સિવાય ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે. જેમાં તમારો મહિનાનો ખર્ચ 200 રૂપિયાથી પણ ઓછો છે અને રોજનો ખર્ચ 5 રૂપિયાથી પણ ઓછો આવશે. 5 રૂપિયાના રોજના ખર્ચમાં આખું વર્ષ સીમકાર્ડ એક્ટિવ રાખી શકશો. તેનું એકવારનું રિચાર્જ ગ્રાહકોને કદાચ મોંઘુ લાગી શકે પરંતુ ફાયદો મહિને તથા રોજના ખર્ચ જોઈએ તો તે અન્ય પ્લાનની સરખામણીમાં સસ્તો છે. 

(5:59 pm IST)