Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ન્યાયપાલિકાનાં ઇતિહાસમાં પહેલીવાર: સુપ્રીમ કોર્ટના જસ્ટિજે નિર્ણય સંભળાવવામાં વિલંબ કરતા માફી માંગી

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી.આર. ગવઇએ ચંદિગઢ કેસમાં નિર્ણય સંભળાવવામાં વિલંબ થયું હતું અને તેમને તે પાછળનું કારણ પણ પક્ષકારને જણાવ્યું હતું

નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી.આર. ગવઇએ એક કેસમાં નિર્ણય સંભલાવવામાં 2 મહિના મોડુ કર્યું તે અંગે તેમણે માફી માગી છે. દેશની ન્યાયપાલિકાનાં ઇતિહાસમાં આવુ પહેલીવાર થયુ છે કે કોઇ જજે માફી માગી છે. તેમણે ચંદિગઢ કેસમાં નિર્ણય સંભળાવવામાં વિલંબ થયું હતું અને તેમને તે પાછળનું કારણ પણ પક્ષકારને જણાવ્યું હતું 

તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાયી વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે ઉચિત સંતુલન બનાવવાની જરૂર છે. જસ્ટિસે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સ્તર પર વિધાયિકા, કાર્યપાલિકા અને નીતિ નિર્માતા અવ્યવસ્થિત વિકાસનાં કારણે પર્યાવરણમાં થનારા નુક્સાન પર ધ્યાન આપે અને એ ચોક્કસ કરે કે જરૂરી પગલાં ઉઠાવે, જેથી વિકાસ પર્યાવરણને નુક્સાન ન થાય

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઇએ 1985માં એક વકીલ તરીરે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે મુખ્યત્વે બોમ્બે હાઇકોર્ટના નાગપુર બેંચમાં વકિલાત કરી . તેઓ 2019માં સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ બન્યા.

(7:06 pm IST)