Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના KSRTC બસોમાં જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર રોક લગાવી


ન્યુદિલ્હી :સુપ્રીમ કોર્ટે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ને કામચલાઉ રાહત આપી છે. કોર્ટે KSRTC બસોમાં જાહેરાતો પર પ્રતિબંધ મૂકતા કેરળ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો.

ઉલ્લેખીય છે કે, કેરળ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે બસો પર કોઈ જાહેરાત ન દર્શાવવી જોઈએ.

કોર્પોરેશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વી ગિરીએ બેન્ચને માહિતી આપી હતી કે KSRTC એ જાહેરખબરો માટે એવી રીતે યોજના તૈયાર કરી છે કે તેનાથી લોકોનું ધ્યાન ભટકાય નહીં.
 

તેની નોંધ લેતા ખંડપીઠે રાજ્ય સરકારને આ યોજના પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો નિર્દેશ કર્યો છે. સુનાવણીની છેલ્લી તારીખે, બેન્ચે KSRTCને જાહેરાત પ્રદર્શિત કરવાની યોજના પ્રસ્તાવિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:24 pm IST)