Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

અફઘાનિસ્તાનમાં ધોરણ-૧-૬માં છોકરીઓના અભ્યાસને તાલિબાનની મંજૂરી

અફઘાનિસ્તાનમાં છોકરીઓના કોલેજ પર જવાને પ્રતિબંધ : તેમણે નિયમ અનુસાર નક્કી કરેલા જ કપડાં પહેરવા પડશે, અભ્યાસ માટેની અનેક શરતોને લઈને આદેશ જારી કરાયો

નવી દિલ્હી, તા.૧૦ : અફઘાનિસ્તાનમાં છોકરીઓનાં કોલેજ જવાના પ્રતિબંધ પછી તાલિબાને તેમને પ્રાયમરી એજ્યુકેશનની મંજૂરી આપી છે. તેને લઇને એક આદેશ પણ જારી કર્યો છે. જેમાં ઘણી સરતોની સાથે કહેવામાં આવ્યું છે છોકરીઓ સરકારી અને પ્રાઇવેટ સ્કુલોમાં ધોરણ ૧ થી ૬ સુધી ભણી શકે છે, પણ તેમને નિયમ અનુસાર નક્કી કરેલા જ કપડાં પહેરવા પડશે.

છોકરીઓ પરના આ પ્રકારનાં ખાસ કરીને ભણતર બાબતનાં પ્રતિબંધ વિશે આંતરાષ્ટ્રીયસ્તર પર આલોચના કરવામાં આવી રહી છે. યુનાઇટેડ નેશન સમેત દુનિયાનાં ઘમાં દેશોમાં સમય સમય પર તાલિબાનનાં દબાવ વિશે અને મહિલાઓનાં અધિકારો વિસે ચર્ચાઓ થઇ છે અને સલાહો આપવામાં આવી છે.

ડિસેમ્બરમાં તાલિબાને મહિલા સમાજ સેવિકાઓને પણ કામ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. જેથી યુએનને તાલીબાનને મદદ પર રોક લગાવી દીધી છે.

(7:48 pm IST)