Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઓમિક્રોનથી બચવા યોગ, આયુર્વેદ અને નેચરોપથી અપનાવો : રામદેવ

જે રોગીઓમાં ડાયાબિટીઝ અને અન્ય સમસ્યાઓ છે, તેમણે ઓમિક્રોનથી વધુ નુકસાનનું જોખમ છે

નવી દિલ્હી,તા.૧૧: છેલ્લાં બે વર્ષથી કોરોના રોગચાળાએ દેશ અને વિશ્વમાં ઊથલપાથલ મચાવી છે. જોકે હજી સુધી કોરોનાની કોઈ ચોક્કસ દવા નથી મળી, રસી બની છે, પણ એ સાવધાની છે, પણ સુરક્ષા નથી. દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટનો મામલો બેકાબૂ થઈ રહ્યો છે. છેલ્લા ૧૧ દિવસોમાં કોરોના સંક્રમણના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. પ્રતિદિન હવે એક લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. સ્વામી રામદેવે કહ્યું હતું કે આ વિશે યોગ, આયુર્વેદ અને કુદરતી પદ્ઘતિ આ સમસ્યાનું એકમાત્ર સમાધાન છે.

યોગગુરુ પતંજલિ અનુસંધાન સંસ્થા-હરિદ્વારની પ્રયોગશાળાએ મિડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું કે છેલ્લા ૨૦ મહિનામાં કોરોના વાઇરસની સારવાર, પ્રસરતાને અટકાવવા માટે ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય રિસર્ચ પેપર પ્રકાશિત કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

અમે કોરોનિલ, શ્વાસારી, અણુતેલ, ગિલોય ઘનવટી, ચ્યવનપ્રાશ, દિવ્યપેય અને અશ્વગંધા વગેરે પર ૩૦થી વધુ મોટું સંશોધન છે, જે લોકોએ બીજાની મદદ માટે કોરોનિલની કિટ લે, તેમને ૪૦ ટકા સુધી રાહત આપવામાં આવશે, એમ રામદેવે કહ્યું હતું.

અમે કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર- ત્રણે પ્રકારના રોગીઓ પર કાર્ય કર્યું છે. લોકોને દવાઓ આપી છે અને તેમને સંકટમાંથી બહાર કાઢ્યા છે. ઓમિક્રોનનું સંક્રમણ ફેલાવવાનો દર વધુ છે, પણ ગંભીર કેસો અને કેઝયુઅલ્ટી ઓછી થઈ રહી છે. ઓમિક્રોનને હલકામાં નહીં લેવો જોઈએ. જે રોગીઓમાં ડાયાબિટીઝ અને અન્ય સમસ્યાઓ છે, તેમણે ઓમિક્રોનથી વધુ નુકસાનનું જોખમ છે, એમ તેમણે કહ્યું હતું. જેમની રોગપ્રતિકારક શકિત ઓછી છે, તેઓ યોગ, આયુર્વેદ અને નેચરોપથીનો પ્રયોગ કરવો જોઈએ.

(9:57 am IST)