Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પાંચ રાજ્‍યોની ચૂંટણીમાં મહત્‍વની થઈ રાજકીય દળોની આઈટી સેનાઓની ભૂમિકા

ડિજીટલ વોર : ફેસબુક અને ટ્‍વિટર પર બીજા દળોથી આગળ દેખાઈ રહી છે ભાજપ

લખનૌઃ કોરોનાના કેહેરને કારણે ઉત્તર પ્રદેશ સહિત ૫ રાજ્‍યોમાં હાલ ૧૫ જાન્‍યુઆરી સુધી ચૂંટણી જનસભાઓ, રોડ શો, પદયાત્રા વગેરે આયોજનો પર ચૂંટણી આયોગે રોક લગાવી છે.  આયોગે જોખમને જોતા પાર્ટીઓને વર્ચ્‍યુઅલ ચૂંટણી પ્રચાર પર જોર આપવાની અપીલ કરી છે. એવામાં આ વખતે ચૂંટણી પ્રચાર ફિઝિકલ ઓછો અને ડિજીટલ મોડમાં વધુ થઈ રહ્યો છે.
પાર્ટીના પક્ષમાં હવા બનાવવામાં રાજનૈતિક દળોની આઈ.ટી. સેનાઓની ભૂમિકા પહેલા કરતા પણ વધુ મહત્‍વપૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે, જે રીતે કોરોનાના મામલા વધી રહ્યા છે, તેનાથી ૧૫ જાન્‍યુઆરી બાદ પણ રેલીઓ સહિત અન્‍ય કાર્યક્રમો પર રોક લગાવવાની સંભાવના છે. યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપૂરમાં ડિઝિટલ પ્રજેંસની વાત કરીએ તો ભાજપા બીજા દળોથી ઘણા આગળ છે. કોંગ્રેસ અને આપ પણ સારી ઉપસ્‍થિતિમાં છે. યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ડિજિટલ પ્રજેંસની વાત કરીએ તો ભાજપ બીજા દળોથી ઘણા આગળ છે. કોંગ્રેસ અને આપ પણ સારી ઉપસ્‍થિતિમાં છે. જો કે, સપા અને બસપા જેવા ક્ષેત્રિય દળોનો આઈટી સેલ ભાજપના મુકાબલે નબળો દેખાય છે. આ વાત ભાજપના વિરોધી દળોના શીર્ષ નેતા પણ સ્‍વીકાર કરે છે.

 

(2:50 pm IST)