Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નપાની ચૂંટણીમાં પરિવારની બે સાસુ સામે પુત્રવધૂએ ઝંપલાવ્યું

મધ્ય પ્રદેશની નગર પાલિકાની ચૂંટણીનો રસપ્રદ કિસ્સો : હવે ગામના મતદારો મૂંઝવણમાં છે કે આ પરિવારની કઈ મહિલાને આ વખતે સરપંચ પદ આપવું જોઈએ

જયપુર, તા.૧૧ : મધ્યપ્રદેશની આ નગરપાલિકાની ચૂંટણીમાં એક કિસ્સો એવો પણ સામે આવ્યો છે જ્યાં એક પરિવારની પુત્રવધુએ તેની ૨ સાસુ સામે ચૂંટણીના મેદાનમાં પગ મૂક્યો છે.

ભીંડ જિલ્લાના ગોરમી વિસ્તારની ગ્રામ પંચાયત કલ્યાણપુરામાં એક જ પરિવારની એક પુત્રવધૂ અને તેના કાકી સાસુએ સરપંચ પદ માટે દાવેદારી કરી છે. હવે ગામના મતદારો મૂંઝવણમાં છે કે ઘણા વર્ષોથી એક જ પરિવારના કેટલાક સભ્ય સરપંચ પદે બિરાજમાન છે તો આ પરિવારની કઈ મહિલાને આ વખતે સરપંચ પદ આપવું જોઈએ.

હકિકતમાં કલ્યાણપુરા ગ્રામ પંચાયતમાં ગામની સત્તા લાંબા સમયથી નરવરિયા પરિવારના હાથમાં છે.

જ્યારે પરિવારનો કોઈ એક સભ્ય ઉમેદવાર પદ માટે દાવેદારી કરે છે તો પરિવારનો અન્ય સભ્ય તેનું સમર્થન કરે છે. હાલમાં રાધેશ્યામ સિંહ નરવરિયા ગામના સરપંચ હતા. તેમના મોટા ભાઈ વિક્રમ સિંહ ભૂતપુર્વ સરપંચ તરીકે રહી ચૂક્યા છે.

કહેવાય છે કે, રાજકીય સ્થિતિના કારણે બંને ભાઈઓ વચ્ચે તકરાર જોવા મળી હતી. આવી સ્થિતિમાં બંને ભાઈઓની પત્નીઓ કમલા દેવી અને શીલા દેવી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. બંનના ફોર્મ જમા કરાવ્યા બાદ નરવરિયાના પિતરાઈ ભાઈ રવિન્દ્રસિંહ નરવરિયાની પુત્રવધૂ રચના સિંહ પણ પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને કારણે મેદાનમાં ઉતર્યા છે. હવે પરિવારની ત્રણેય મહિલાઓ ગામમાં જનસંપર્ક કરી રહી છે.

 

(8:00 pm IST)