Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જમા લીધેલો TDS પરત આપવામાં આયકર વિભાગની ખુલ્લી આડોડાઇ

નવા પોર્ટલ પર ફોર્મ જ અપલોડ નહીં થતાં કલેઇમ મળતા નથી : ૧પ જુલાઇ સુધીમાં કલેઇમ કરવાના હોવા છતાં હજુ ફોર્મના ઠેકાણા નથી

મુંબઇ તા. ૧૪ :.. ઇન્કમટેકસ વિભાગના નવા પોર્ટલ પર ટીડીએસ કલેઇમ કરનારાઓની પરેશાની વધી છે. કારણ કે પોર્ટલ પર ફોર્મ નંબર ર૬ એએસ જ અપલોડ કરવામાં નહીં આવતા કરદતાઓને ટીડીએસ પરત મેળવવામાં તકલીફ પડી રહી છે. તેમજ આ માટેના કલેઇમ ૧પ જુલાઇ સુધી કરી દેવાના હોય છે.

ઇન્કમટેકસ વિભાગના નવા પોર્ટલને કારણ હાલ તો કરદાતાઓને રોજબરોજ નવી નવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કરદાતાએ માલ વેચાણ કર્યા બાદ તેની રકમ ટીડીએસ કાપીને જ ચૂકવવામાં આવતી હોય છે. પરંતુ માલ વેચનાર કરદાતાની આવક જ ઓછી હોય તો આઇટીના ફોર્મ નંબર ર૬ એએસ ભરીને ટીડીએસ પેટે કાપવામાં આવેલા નાણાં આ ફોર્મ ભરીને પરત મેળવી શકાતા હોય છે. આ માટે એપ્રિલથી ૩૦ જુન સુધી કાપવામાં આવેલો ટીડીએસ પરત મેળવવા માટેની છેલ્લી તારીખ ૧પ જૂલાઇ નકકી કરવામાં આવી છે. જેથી જે પણ કરદાતાએ ટીડીએસ પરત મેળવવું હોય તેણે ૧પ જૂલાઇ પહેલા કલેઇમ કરી લેવાનો હોય છે. ત્યારબાદ વધુ ત્રણ મહિના બાદ કાર્યવાહી થાય તેની રાહ જોવી પડતી હોય છે. જો કે, નવા પોર્ટલમાં હજુ સુધી ફોર્મ જ અપલોડ કરવામાં આવ્યા નહી હોવાના લીધે કરદાતાએ ટીડીએસ પરત લેવા માટેની કાર્યવાહી જ થતી નથી.

(10:14 am IST)