Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અંતે સીતાના પાત્ર માટે કંગના રનૌતનું નામ ફાઈનલ કરાયું

પોસ્ટર રિલિઝ થયા બાદ સીતા ફિલ્મ ચર્ચામાં :પહેલાં દિપીકા-કરીનાનાં નામની ચર્ચા હતી પરંતુ ડાયરેક્ટરે પોતે જ એક પોસ્ટ દ્વારા કંગનાના નામને સમર્થન આપ્યું

નવી દિલ્હી, તા.૧૪ : પોસ્ટર રિલીઝ કર્યા બાદથી ફિલ્મ 'સીતા' સતત ચર્ચામાં છે. ફિલ્મમાં રામાયણની કહાનીને સીતાના દ્રષ્ટિકોણથી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અલૌકિક દેસાઈના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મમાં પહેલા દીપિકા પાદુકોણને કાસ્ટ કરવાના અહેવાલો હતા પછી બાદમાં કહેવામાં આવ્યું કે કરીના કપૂર ખાન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

પરંતુ ત્યારબાદ બંને અભિનેત્રીઓનું પત્તુ કપાયું અને હવે નવા અપડેટ પ્રમાણે કંગના રનૌત ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં લીડ રોલ પ્લે કરવા માટે થઈ રહેલી કાસ્ટિંગની લાંબી ખેંચતાણ બાદ હવે વખત નેશનલ એવોર્ડ જીતી ચુકેલી કંગના રનૌતને ફાઇનલ કરવામાં આવી છે. ડાયરેક્ટર અલૌકિક દેસાઈએ ખુદ એક પોસ્ટ કરી વાતની પુષ્ટિ કરી છે.

કંગના રનૌત ની સાથે એક તસવીર શેર કરતા અલૌકિક દેસાઈએ કેપ્શનમાં લખ્યુ- મારા જીવનની સૌથી ગૌરવાન્વિત કરનારી ક્ષણ છે કે દેવી લક્ષ્મીની કૃપાથી હું મારા ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યો છે. સીતા- ઇનકાર્નેશન. થ્રિલરનો મારો અનુભવ આસમાને છે કારણ કે બાહુબલી લેખક કેવી વિજેન્દ્ર પ્રસાદ સર કહાનીના લેખત તરીકે અને મનોજ મુંતશિર ડાયલોગ તથા લિરિક્સ રાઇટર તરીકે મારી સાથે જોડાયા છે.

મહત્વનું છે કે જાહેરાત બાદ હવે ફેન્સ રાહ જોશે કે કંગના રનૌતનો સીતાવાળા લુકની પ્રથમ તસવીર ક્યારે આવશે. કંગના રનૌત પણ માયથોલોજિકલ ડ્રામા ફિલ્મને લઈને ખુબ ઉત્સાહિત હશે. મહત્વનું છે કે કંગના પહેલા કરીના કપૂર ખાનને ફિલ્મ માટે લેવાની હતી પરંતુ તેણે એટલી બધી ફી માંગી કે મેકર્સ બેકફૂટ પર આવી ગયા હતા.

(7:23 pm IST)