Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એ કઇ 'સિક્રેટ' દવાથી ટ્રમ્પ ફરી દોડવા લાગ્યા? તેમને કઇ કઇ સારવાર અપાઇ'તી?

ટ્રમ્પે સારવારમાં લેવાયેલી દવાઓને 'ચમત્કાર' ગણાવી હતી

વોશીંગ્ટન, તા.૧૪: કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ભલભલા સેલેબ્સ પણ તેમાંથી બાકાત નથી રહ્યાં.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના વાયરસ સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતાં. તેમની સારવાર અમેરિકન સેનાના વોલ્ટર રીડ મેડિકલ સેન્ટર હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય વિશે અફવાઓ પણ ઉડી હતી. જોકે, હવે હેમખેમ તેઓ ઈન્ફેકશનમાંથી મુકત થયા છે. હોસ્પિટલમાંથી પરત ફર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની સારવારમાં ઉપયોગમાં લેવાયેલી દવાઓને 'ચમત્કાર' ગણાવી હતી. જેમાં તેમણે એક દવાનો ઉલ્લેખ કર્યો હતો. રીજેનેરોન માટે ટ્રમ્પે કહ્યું હતું કે, લોકો તેને થેરાપી કહે છે જયારે હું તેને કોરોનાની યોગ્ય સારવાર માનું છું.

ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર માટે મોનોકલોનલ એન્ટીબોડીનું એક સંયોજન જે દશકો પહેલા માનવ કોશિકાઓને સરખી કરવા માટે ઉપયોગ કરવામાં વિકસીત કરવામાં આવ્યું હતું. તેને તેમણે 'યોગ્ય સારવાર' ગણાવી હતી અને ટ્ટિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કોરોના માટેનો ઉપચાર જણાવ્યું હતું. રેમેડીસીવર પણ એક એન્ટિવાયરલ દવા છે. જે પણ આવા માનવ કોશિકાઓની સારવારમાં મદદ કરે છે.

કોરોના વાયરસની રસી બનાવવા માટે બે કંપનીઓ મેદાનમાં ઉતરી છે. મોડર્ના અને એસ્ટ્રાઝેનેકા પણ રસી બનાવી રહી છે તો જહોનસન એન્ડ જહોનસન પણ ગંભીર મહામારી સામે લડવા માટે વેકસીન વિકસાવવાની મહેનત કરી રહી છે. વ્હાઈટ હાઉસે પણ આ ત્રણે વેકસીનના નિર્માતાઓને ફંડ આપ્યું છે. ફેફસાની બીમારીથી ઝઝૂમી રહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પને બે વાર સપ્લીમેન્ટરી ઓકસીજન આપવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત ટ્રમ્પને ડેકસામેથોસોનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ઓકિસજનની અછતથી પીડાતા દર્દીઓની સારવારમાં ડેકસામેથાસોન અસરકારક હોવાનું કહેવામાં આવ્યું છે. ડોકટર બ્રાયન ગેરીબાલ્ડીએ જણાવ્યું હતું કે ટ્રમ્પને ઓકિસજનના અભાવને ડેકસામેથોસોનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જે પછી તેમને ઓકિસજન આપવામાં આવ્યું હતું. રેમેડિસવીર દવાનો પાંચ દિવસનો કોર્સ પૂર્ણ કર્યા પછી તેમનું લીવર અને કિડની યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે. આ સિવાય ટ્રમ્પને ઝિંક, વિટામિન ડી, ફેમોટિડાઇન, મેલાટોનિન અને એસ્પિરિન પણ આપવામાં આવી રહ્યા છે.

ડોકટર્સે એ પણ જણાવ્યું હતું કે, ટ્રમ્પને કોરોના વાયરસની એકસપિરિમેન્ટલ દવા REGN-COV2 (પોલીકલોનલ એન્ટિબોડી) પણ આપવામાં આવી હતી . જે અમેરિકન ફાર્માસ્યુટિકલ ઉત્પાદક રીજેનેરોન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ડ્રગ કોરોના વાયરસ એન્ડોબોડીઝની ઘણી દવાઓ ભેગી કરીને બનાવવામાં આવે છે. તો બ્રિટનમાં પણ આ દવાનો ઉપયોગ રિકવરી ટ્રાયલ માટે કરવામાં આવી રહ્યો છે. ઈબોલાથી લઈને કેન્સર સુધીની સારવારમાં તેમજ માનવ કોશિકાઓમાં ફેરફાર જેવા વૈજ્ઞાનિક રિસર્ચ માટે કોષ મહત્વપૂર્ણ રહ્યાં છે.

આ ઉપરાંત ઈમ્યુનિટી વધારવા રિસર્ચ તેમજ કોરોના વાયરસ જેવા સંક્રમણની વેકસીન બનાવવા માટેની ચાવી છે. હવે મોટાભાગની કંપનીઓ દ્વારા કોરોના વાયરસની રસી બનાવવામાં કોષ ઉપયોગમાં લેવામાં આવે છે. જેને ૨૯૩T line કહેવામાં આવે છે. આ કોષ ૧૯૭૦ના દાયકામાં કિડનીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા હતાં. ટ્રમ્પે જેને કોરોના વાયરસની સારવાર ગણાવી છે. તે રીજેનેરોન દ્વારા નિર્મિત બે મોનોકલોનલ એન્ટીબોડીનું એક સંયોજન છે.

જે એન્ટીબોડીને શરીરની બહાર સંશ્લેષિત કરવામાં આવે છે અને પછી સંક્રમણ સામે લડવામાં મદદ કરવા માટે કોરોનાના દર્દીઓમાં સંક્રમિત કરવામાં આવે છે. રીજેનેરોને ૨૯૩T કોશિકાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી વેકિસન અનુસાર એન્ટિબોડીનું પરીક્ષણ કર્યુ હતું. આ કોશિકાઓ કોરોના વિરુદ્ઘ એક પ્રોકસી તરીકે કામ કરે છે. નોંધનીય છે કે જયાં સુધી કોરોના વાયરસની રસી અસરકારક સાબિત થઈ અને ઉપયોગમાં નથી આવતી ત્યાં સુધી તો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સને જ કારગર ઉપાય માનવામાં આવ્યો છે.

(3:46 pm IST)