Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શ્રીનગરે બુધવારે ૨૫ વર્ષની સૌથી ઠંડી રાત અનુભવી : માઇનસ ૮.૪

શ્રીનગરે બુધવારે રાત્રે શિયાળાના છેલ્લા ૨૫ વર્ષની સૌથી ઠંડી રાતનો અનુભવો કર્યો હતો. બુધવારે રાત્રે શ્રીનગરનું તાપમાન માઇનસ ૮.૪ ડિગ્રી થઇ ગયું હતું. ૧૯૯૫માં શિયાળામાં લઘુતમ તાપમાન માઇનસ ૮.૩ ડિગ્રી નોંધાયેલ. ત્યારબાદ બુધવારની રાત્રી સૌથી ઠંડી રહી હતી. જ્યારે ૧૯૯૧માં તાપમાન માઇનસ ૧૧.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આટલી ઠંડીના કારણે વિશ્વવિખ્યાત દાલ સરોવર થીજી જતા લોકોએ તેના ઉપર ક્રિકેટ રમવાની મજા માણી હતી.

(4:32 pm IST)
  • કેરળમાં ચૂંટણી પહેલાનું ડાબેરી સરકારનું છેલ્લું ફુલગુલાબી બજેટ : પેનશનમાં વધારો : ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી ખેત પેદાશોના લઘુતમ મૂલ્યમાં વધારો : આરોગ્ય ક્ષેત્રે નવી ચાર હજાર નોકરીઓનું નિર્માણ : 50 લાખ યુવાનોને હુન્નર માટે કૌશલ્ય આપવાનું આયોજન : ગરીબ પરિવારોને ઓછી કિંમતે લેપટોપ અપાશે : થોડા મહિના પછી ધારાસભાની ચૂંટણી access_time 6:48 pm IST

  • પૂણે-બેંગલોર હાઇવે પર ગોવા જઈ રહેલા પર્યટકોની મિનિ બસને ગમખ્વાર અકસ્માત : 11 લોકોના મોત: ગોવા જઈ રહેલા પર્યટકોની બસનો નડ્યો ગમખ્વાર અકસ્માત access_time 11:52 am IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST