Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ચીનમાં ફરી કોરોના વાયરસનો કહેરઃ બે કરોડ લોકોને લોકડાઉનમાં રખાયા

ચીનમાં કેટલાક દિવસોથી કોરોના વાયરસના રોજના ૧૦૦થી વધુ કેસ સામે આવી રહયા છે

બીજિંગ, તા.૧૫: ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. કોવિડ-૧૯ના નવા કેસ સામે આવ્યા બાદ ચીનમાં આશરે ૨ કરોડ લોકોને લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે. કુલ દોઢ કરોડથી વધુની વસ્તી ધરાવતા ચીનના બે શહેર Shijiazhuang અને Xingtaiમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે.

ગુરૂવારે ચીનમાં છેલ્લા ૮ મહિનામાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયુ છે.

ચીનમાં કેટલાક દિવસૌથી કોરોના વાયરસના રોજના ૧૦૦થી વધુ કેસ સામે આવી રહયા છે. કોવિડના વધતા કેસને કારણે તંત્ર એલર્ટ થઇ ગયુ છે, જે બાદ કડક લોકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે.

ચીનના પાટનગર બેઇજિંગમાં પણ કેટલાક જિલ્લાને સીલ  કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ Langfang અને Heilongjiangમાં પણ લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. Shijiazhuang અને Xingtaiમાં લગ્નથી લઇને અંતિમ વિધિ જેવા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે. કોમ્યુનિસ્ટ પાર્ટીની એક કોન્ફ્રન્સને પણ રોકી દેવામાં આવી છે.

'હિબેઇ' કોરોના વાયરસનું નવુ હોટસ્પોટ બનીને સામે આવી રહ્યો છે. અહી પહેલા જ સરકારે કડક લોકડાઉન લગાવ્યુ છે. ચીની હેલ્થ એકસપર્ટ્સે ગામમાં કોરોનાના સંક્રમણને એક મોટો પડકાર ગણાવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ચીનમાં અત્યારે ૮૦૦ દર્દીની સારવાર ચાલી રહી છે.

ચીનમાં કોરોના વાયરસ વેકસીનેશનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. તેમ છતા સરકારે લોકોને ઓછામાં ઓછી મુસાફરી કરવાની સલાહ આપી છે.

વૈશ્વિક શોધકર્તાઓની એક ટીમ ચીનના તે શહેરમાં પહોચી છે જયા કોરોના વાયરસ મહામારીની પ્રથમ વખત ખબર પડી હતી. ટીમ વાયરસ કયાથી ફેલાયો તેની તપાસ કરશે. ટીમ એ પણ શોધશે કે શું ચીને વાયરસ સબંધિત શોધને રોકવાનો પ્રયાસ કર્યો છે.

આ ટીમને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વુહાન મોકલી છે. આ ૧૦ સભ્યોની ટીમને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારે મંજૂરી આપી હતી.

વૈજ્ઞાનિકોને શક છે કે ચીનના દક્ષિણ પશ્ચિમમાં વાયરસે ચામાચિડીયા અથવા અન્ય જાનવરો દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશ કર્યો હશે.

૨૦૧૯થી અત્યાર સુધી વાયરસને કારણે ૧.૯ મિલિયન લોકોના મોત થયા છે. એવી ફરિયાદો છે કે સત્ત્।ા પર રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીએ આ બીમારી ફેલવાની પરવાનગી આપી છે. ચીનનું કહેવુ છે કે વાયરસ વિદેશથી આવ્યો હતો. જોકે, વૈજ્ઞાનિકો આ તર્કનો અસ્વીકાર કરે છે.

(4:33 pm IST)
  • ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુ યથાવત રહેશે : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફયુ યથાવત : જામનગરમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સમયે વિજયભાઈની જાહેરાત access_time 12:13 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST