Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગ્રેટ ટૂલકીટ કેસમાં દિશા રવીના ટેકામાં ખેડુત મોરચોઃ તાત્કાલિક છોડે મુકવા માંગઃ લોકો સબક શીખવશે

નવી દિલ્હી : સંયુકત કિસાન મોરચાએ રવિવારે દિલ્હી પોલીસ દ્વારા ટુલકીટ કિસની તપાસમાં રર વર્ષીય એકટીવીસ્ટ દિશા રવિની ધરપકડની ટીકા કરી હતી અને તેને તાત્કાલીક છોડી મુકવાની માંગણી કરીહતી. સાથે જ હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી. દલાલ દ્વારા ત્રણે કૃષિ કાનુનોનો વિરોધ કરનાર ેખડુતોના મોત અંગે કરવામાં આવેલ ટીપ્પણીની પણ નીંદા કરી અને ચેતવણી આપી કે લોકો તેમના આ પ્રકારના અહંકાર માટે એક દિવસ સબક જરૂર શીખવાડશે.

સંયુકત કિસાન મોરચાના નેતા દર્શન પાલ તરફથી બહાર પડાયેલ એક બયાનમાં કહેવાયું છે કે સરકાર સંસદમાં બેશર્મીપુર્વક સ્વીકાર કર્યો કે આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડુતોનો કોઇ આંકડો તેની પાસે નથી. તેમણ કહયું કે એસકેએમે એક બ્લોગ સાઇટ બનાવી છે. જેમાંથી રસકાર ઇચ્છે તો આ આંકડા સહેલાઇથી ઉપલબ્ધ છે રવિની ધરપકડની ટીકા કરતા સંયુકત કિસાન મોરચા (એસકએમ) એ કહયું કે તે કિસાનોના સમર્થનમાં ઉભી હતી અમે તેને તાત્કાલીક છોડવાની માંગણી કરીએ છીએ.

(11:40 am IST)