Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રિલાયન્સ જીયોના પાંચ નવા રિચાર્જ પ્લાનઃ હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

જીયોના નવા પ્લાન્સથી એ લોકોને ફાયદો થશે જે એકસ્ટ્રા ડેટા માટે ડેટા વાઉચર નથી ખરીદવા માંગતા અને કોઈ પ્રતિબંધ વગર કોઈ પણ દિવસે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરવા માંગે છે

નવી દિલ્હી, તા.૧૫: રિલાયન્સ જીયોએ અનલિમિટેડ કોલ બેનિફિટ્સની સાથે ડેઇલી ડેટા લિમિટ કે ફેયર યૂઝર પોલિસી પ્રતિબંધ વગરના પાંચ નવા પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. તેને નામ પણ ફ્રીડમ પ્લાન આપવામાં આવ્યું છે જેનો અર્થ સ્પષ્ટ છે કે આ નવા પ્લાન્સથી એ લોકોને ફાયદો થશે જે એકસ્ટ્રા ડેટા માટે ડેટા વાઉચર નથી ખરીદવા માંગતા અને કોઈ પ્રતિબંધ વગર કોઈ પણ દિવસે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરવા માંગે છે.

Jioના ઓફિશિયલ વેબસાઇટ મુજબ, જિયોના તમામ નવા પ્રીપેડ પ્લાન કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ, ડેઇલી ૧૦૦ SMS Jio Appsના મફત એકસેસ ઓફર કરે છે. બીજા પ્લાન્સમાં JioTV, JioCinema, JioNews અન. ઘણું બધું સામેલ છે. આ તમામ નવા Jio પ્રીપેડ પ્લાન MyJio એપમાં નો ડેઇલી લિમિટ સેકશનમાં મળશે.

 આવા છે જિયોના નવા પ્લાન- MyJio એપ અનુસાર, નવા ૧૨૫ રૂપિયાનો Jio પ્રીપેડ પ્લાન યૂઝર્સને કુલ 12 GB ડેટા આપે છે અને ૧૫ દિવસની વેલિડિટીની સાથે આવે છે. ૨૪૭ રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ છે જે કુલ ૨૫ GB ડેટાની સાથે આવે છે અને તેને ખરીદ્યા બાદ ૩૦ દિવસ સુધી વેલિડ રહેશે. ૪૪૭ રૂપિયાનો થ્જ્ઞ્ં પ્રીપેડ પ્લાન કુલ ૫૦ઞ્ગ્ ડેટા આપે છે અને આ પ્લાન ૬૦ દિવસની વેલિડિટીની સાથે આવે છે

 ૫૯૭ રૂપિયાનો પણ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો. તે ૯૦ દિવસ માટે કુલ ૭૫ GB ડેટાની સાથે આવે છે. ૨૩૯૭ રૂપિયાનો Jio Prepaid Plan કુલ ૩૬૫ GB ડેટાની સાથે આવે છે. આ એક વાર્ષિક પ્લાન છે, તેથી તેને રિચાર્જ કરાવ્યા બાદ તે ૩૬૫ દિવસ સુધી એકિટવ રહેશે

 2 GB કે 1.5 GB ડેઇલી ડેટા રિચાર્જ પ્લાન- જે લોકો ૫૬ દિવસની વેલિડિટીની સાથે 2 GB કે 1.5 GB ડેઇલી રિચાર્જનો પ્લાન શોધી રહ્યા છે તેમની માટે ૪૪૪ રૂપિયાનો Jio Plan અને ૩૯૯ રૂપિયાનું Jio પેક ખરીદી શકાય છે. બંને પ્લાનમાં અનલિમિટેડ કોલ બેનિફિટ્સ અને દરરોજ ૧૦૦ SMS પણ મળે છે.

(10:21 am IST)