Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

૩૭૭૨૨૭૭૫૦૦૦ રૂપિયામાં બની રહી છે ૫૫ માળની બિલ્‍ડીંગઃ કોરોના જેવી મહામારી પણ લોકોનું કઈ નહીં બગાડી શકે

મહામારી સામે સુરક્ષિત રાખવા માટે અમેરિકાના ફ્‌લોરિડામાં બિલ્‍ડીંગ ડેવલપર્સએ દુનિયાની પહેલી એવી ગગનચુંબી ઇમારતનું નિર્માણ શરૂ કર્યું છે, જયાં મહામારી નહિ પહોંચી શકે

ફલોરિડા,તા. ૧૫: કોરોના મહામારીની પહેલી અને બીજી લહેરે દુનિયાભરના દેશોને કમ્‍મર તોડ નુકશાન પહોંચાડ્‍યું છે. અમેરિકા ભારત બ્રિટન જેવા મજબૂત દેશ હોય કે પછી બાંગ્‍લાદેશ બ્રાઝીલ જેવા દેશ* કોરોનાએ કોઈને નથી છોડ્‍યા. દુનિયાભરના દેશોમાં આ મહામારીને કારણે દરેકે દરેક વર્ગના લોકો પ્રભાવિત થયા છે. કોરોના પહેલા સ્‍પેનિશ ફ્‌લૂએ પણ કહેર મચાવ્‍યો હતો.
આ પ્રકારની  માટે વૈજ્ઞાનિકો સંભવ તમામ પ્રયાસો કરી રહ્યા છે. પ્રયાસોની ફલશ્રુતિ છે કે આજે આપણી પાસે મહામારીની  દવાથી લઈને વેક્‍સિન પણ ઉપલબ્‍ધ છે. પરંતુ શું મહામારીઓથી બચવા માટે અન્‍ય ઉપાય પણ થઇ શકે છે ખરા? શું એવી કોઈ જગ્‍યા તૈયાર કરી શકાય જયાં મહામારી પ્રવેશી જ ન શકે. કોઈ એવી ઇમારત જયાં રહેતા લોકો મહામારીઓ સામે સુરક્ષિત રહી શકે.
મહામારી સામે સુરક્ષિત રાખવા માટે અમેરિકાના ફ્‌લોરિડામાં બિલ્‍ડીંગ ડેવલપર્સએ દુનિયાની પહેલી એવી ગગનચુંબી ઇમારતનું નિર્માણ શરૂ કર્યું છે, જયાં મહામારી નહિ પહોંચી શકે. ફ્‌લોરિડામાં બની રહેલી આ લિગેસી ટાવરમાં રહેતા લોકોને ભવિષ્‍યમાં મહામારીઓથી બચવા માટે તમામ આવી રહ્યા છે. અહીં બેક્‍ટેરિયાને મારી શકે તેવા રોબોટ, ટચલેસ ટેક્‍નિક અને આધુનિક વાયુ શોધન પ્રણાલિની સુવિધા હશે.
આ બિલ્‍ડીંગ ૫૫ માળની હશે. તેના બાંધકામમાં ૫૦૦ મિલિયન ડોલર એટલે કે ૩૭,૭૨,૨૭,૭૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તેમાં બનેલી હોટલ અને મકાનો મહામારીને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવશે. લોકો માટે આવી તમામ સુવિધાઓ હશે, જેથી તેમને રોજિંદી જરૂરિયાત અથવા અન્‍ય પ્રકારની મુશ્‍કેલીમાં ક્‍યાંય બહાર જવું ન પડે. આ રીતે લોકોનો સમય વેડફાય નહીં. દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલ્‍ડિંગમાં તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્‍ધ થશે.


 

(10:32 am IST)