Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

યુવતી એડલ્ટ વેબસાઈટ દ્વારા કરોડોની કમાણી કરે છે

યુવતી ૧૩ કરોડ કમાણી કરી ચૂકી છે : યુવતીએ એક વર્ષ પછી પોલીસની નોકરી છોડી દીધી કારણ કે તેના મુજબ નોકરીમાં પુરુષોના વર્ચસ્વ વધારે હતું

યુકે,તા.૧૫ : એક મહિલા પોલીસ ઓફિસરે નોકરીમાં પુરુષોના વર્ચસ્વ જોતા નોકરી છોડી દીધી. અને હવે તે એડલ્ટ વેબસાઇટ પર જોડાઇને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. યુકેમાં રહેતી ૨૭ વર્ષીય શાર્લેટ રોઝ ચાર્લોટ રોઝ આ વેબસાઇટથી અત્યાર સુધીમાં ૧૩ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. શાર્લેટ હાલ એક એડલ્ટ વેબસાઇટ પરથી દર મહિને આશરે ૧.૫૦ લાખ રૂપિયાની કમાણી કરી રહી છે. એક બ્રિટીશ વેબસાઇટ અનુસાર, શાર્લેટ પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડ નોકરી કરતી હતી. તેણે બે જગ્યાએ મોડેલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

           જેના પગલે થોડા સમયમાં તેને ગ્લેમર અને લોન્જરી મોડેલ તરીકે કામ મળવા લાગ્યું. જો કે, તેણે લગભગ એક વર્ષ પછી આ નોકરી છોડી દીધી કારણ કે તેના મુજબ નોકરીમાં પુરુષોના વર્ચસ્વ વધારે હતું. શાર્લેટ એ ૧૦૦ મહિલાઓમાંથી એક છે. જેને ઓનલીફેંસ કંપનીએ ૨૦૧૬માં વેબસાઈટ લોન્ચ પહેલાં આમંત્રિત કરવામાં આવી હતી. ઓનસીફેંસ એક એડલ્ટ વેબસાઈટ છે. જેમાં, મોડેલ મહિલાઓ ડિમાન્ડ પ્રમાણે પોતાના ફેંસ માટે વીડિયો બનાવે છે અને તેમના ફેંસ તેમને પૈસા આપે છે. શાર્લેટ જણાવે છે કે તે છેલ્લા ૨ વર્ષથી આ વેબસાઇટ પર દરરોજ ૧૬ કલાક ઑનલાઇન રહે છે. લગભગ એક વર્ષની મહેનત પછી, તેણે આ વેબસાઇટ પરથી ૧૦,૦૦૦ પાઉન્ડની આવક શરૂ કરી હતી. જે હવે દર મહિને ૧.૧૫ થી ૧.૫૦ લાખ પાઉન્ડ થઈ ગઈ છે. શાર્લેટ કહે છે કે લોકોને લાગે છે ઓનલીફેંસ વેબસાઈટ પર પોર્ન કંટેન્ટ જ વધારે હોય છે. તે મોટેભાગે સાચું પણ છે. પરંતુ હું તે પ્રકારનો કંટેન્ટ નથી બનાવતી. મારા પેજ ઘરેલું કંટેન્ટ વધારે હોય છે. કદાચ તે મારી સફળતાનું રાઝ છે. શાર્લેટ કહે છે કે બાકીની છોકરીઓ પણ આશ્ચર્યચકિત છે કે કપડા ઉતાર્યા વિના હું આટલી કમાણી કેવી રીતે કરું છું.

(12:00 am IST)