Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વાહ ભૈ વાહ... સ્વીગી ડ્રોનથી કરશે ઘર સુધીના ભોજનની ડીલીવરી : જરૂરી પરવાનગી મળી ગઇ

સ્વિગીએ ANRA Technologiesની સાથે પાર્ટનરશિપ કરી : DUNZoના ડ્રોન પાર્ટનર Skye AirMobilityને પરવાનગી આપવામાં આવી

નવી દિલ્હી તા. ૧૮ : સ્વિગી હવે જલ્દી ડ્રોનથી તમારા ઘરે જમવાનું ડિલિવર કરશે. આ માટે કંપનીને પરવાનગી મળી ગઈ છે.

ફુડ ટેક સ્ટાર્ટઅપ સ્વિગી હવે જલ્દી ડ્રોનથી તમારા ઘરે જમવાનું ડિલિવરકરશે. આ માટે કંપનીને જરુરી પરવાનગી મળી ગઈ છે.  શરુઆતના અઠવાડિયા સુધી એટા અને રુપનગર જિલ્લામાં ડ્રોનથી જમવાનું ડિલિવરથશે.

ડ્રોનથી ફુડ ડિલિવરી માટે સ્વિગીએ ANRA Technologiesની સાથે પાર્ટનરશિપ કરી છે. ફુડની સાથે   ANRA Technologies મેડિકલ પેકેજ પણ ડિલિવરી કરશે. ANRA Technologiesને આ માટે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ડીજીસીએ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશનની પરવાનગી મળી ગઈ છે.

ANRA Technologiesને ભારતમાં BVLOS માટે પરમિશન મળી ગઈ છે. BVLOS  ટર્મને ડ્રોનના આમ તો એવા કેસમાં ઉપયોગમાં લેવા છે જયારે ડ્રોન નોર્મલ વિઝિબલ રેન્જની બહાર હોય. આ પહેલા તેલંગાણામાં દવા ડ્રોનથી ડિલિવરકરવા માટે DUNZoના ડ્રોન પાર્ટનર Skye AirMobilityને પરવાનગી  આપવામાં આવી હતી.

ANRA હજું ૨ ડ્રોન ડિલિવરી પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે.  એક ડિલિવરી પ્રોજેકટમાં સ્વિગી માટે ફુડ ડિલિવરી પર ફોકસ કરશે. ત્યારે બીજા પ્રોજેકટથી ANRA મેડિકલ ડિલિવરી પર કામ કરશે.

સ્વિગીના પ્રિન્સિસલ પ્રોગ્રામ મેનેજર શિલ્પા ગણેશ્વરે જણાવ્યું કે  BVLOS ઓપરેશન પર કામ કરવા માટે અમે ઘણા ઉત્સાહિ છીએ. ANRAની સાથે અસોસિએશનથી અમે ડ્રોન ટેકનોલોજીને લોન્ગ રેમ્જ પ્રોફેશિએન્સી પર ધ્યાન આપી રહ્યા છીએ.  ઉલ્લેખનીય છે કે પહેલા ટેસ્ટ ફલાઈટમાં ANRAની ટીમે બતાવ્યું કે કેવી રીતે ફુડ પેકેજ મીડિયમ ડ્રોનથી સરળતાથી ડિલિવર કરી શકાય છે. ફુડ પેકેટનું વજન ૧ કિલોગ્રામથી ઓછું હોય છે. આનાથી સરળતાથી મિડિયમ સાઈઝના ડ્રોન જેમની લોડ કેપેસિટી ૩ કિલોગ્રામથી ૪ કિલોગ્રામ પિકઅપ કરી લે છે.

(1:00 pm IST)