Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

હૃદયરોગ-સ્ટ્રોકથી બચવા દરરોજ ''એસ્પીરીન''નું સેવન ઘાતક

યુએસ પ્રિવેંટીવ સર્વીએઝ ટાસ્ક ફોર્સ એડવાઇઝરીનો નવો ડ્રાફટ તૈયાર કર્યો આ બ્લડ થીનર અને પેઇન કીલર દવાનું ઓછુ પ્રમાણ પણ નુકસાનકારક

વોશીંગ્ટન,તા.૧૮ : સ્વાસ્થ્ય તજજ્ઞોા જણાવ્યા મુજબ હાર્ટ એટેકને રોકવા માટે દરરોજ એસ્પીરીનનું સેવન યોગ્ય નથી. બ્લડ કલોટીંગ ઘટાડનાર આ બ્લડ થીનર અને પેઇન કિલર દવાનો ઓછો ઉપયોગ પણ ઘાતક નીવડી શકે છે. તેનાથી પાચન તંત્ર કે અલ્સરમાં બ્લીડીંગ પણ થઇ શકે છે, જે જીવલેણ બનસ શકે છે.

યુએસ પ્રિવેંટીવ સર્વીસેઝ ટાસ્ક ફોર્સે એડવાઇઝરી માટે એક નવો ડફટ તૈયાર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જે સીનીયર સીટીઝન હૃદયરોગી નથી તેમણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી બચવા માટે દરરોજના ડોઝમાં એસ્પીરીન લેવાની જરૂર નથી.

ખાસ વાત એ છે કે ૨૦૧૬માં પેનલે જ હાર્ટ એટેક અને સ્ટ્રોક, કોલરેકટલ કેન્સરથી બચવા ૫૦-૬૦ પેનલે નવા ડ્રાફટમાં આ સલાહમાં બદલાવ સાથે જણાવ્યું કે આ દવા પેટ, આંતરડા અને માથામાં રકતસ્ત્રાવ સહિત નુકસાન પણ પહોંચાડી શકે છે, કેમ કે ઉંમરની સાથે બ્લીડીંગનો ખતરો વધી જાય છે. પેનલે જણાવેલ કે લોકોએ દવા શરૂ કે બંધ કરવા પહેલા પોતાના ડોકટરની સલાહ લેવી જોઇએ.

(12:58 pm IST)