Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ઉત્તરાખંડમાં ફરી ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ : કેદારનાથમાં અનેક ગુજરાતી યાત્રાળુઓ અટવાયા

કેદારનાથમાં અટવાયેલા યાત્રાળુઓએ સોશીયલ મીડિયાના માધ્યમથી યાત્રાળુઓએ માગી મદદ

દહેરાદુન :  હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. તેવામાં વિભાગનું પૂર્વાનુમાન સાચુ સાબિત થયું છે. ગઈકાલ રાતથી રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશીમાં વરસાદ પડી રહ્યો છે. તો આજે આ જનપદોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં સાવચેતીરૂપે કેદારનાથ અને બદરીનાથની યાત્રા અસ્થાયી રીતે રોકી દેવામાં આવી છે. તંત્રએ ચારધામ યાત્રીઓને વરસાદમાં યાત્રા ન કરવાની અપીલ કરી છે. સાથે જ યાત્રીઓને તમામ યથાસ્થન પર રોકાવવા કહેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડમાં ફરી ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ છે, બદ્રીનાથમાં બે હજાર યાત્રીઓ ફસાયા છે જયારે સૌથી વધુ 2700 નાગરિકો કેદારનાથમાં ફસાયા હોવાના અહેવાલ વચ્ચે કેદારનાથમાં  અનેક ગુજરાતી યાત્રાળુઓ અટવાયા છે અને :સોશીયલ મીડિયાના માધ્યમથી યાત્રાળુઓએ મદદ માંગી છે

(11:27 pm IST)