Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

યુએસ પ્રમુખ જો બિડેન સાયકલ પરથી પડી ગયા

જો કે કોઇ ઇજા થઇ નથી

વોશીંગ્‍ટન,તા. ૨૦ : વ્‍હાઇટ હાઉસના રિપોર્ટના એક વીડિયોમાં ૭૯ વર્ષીય રાષ્ટ્રપતિ બિડેનને પડ્‍યા પછી તરત જ ઉભા થતા દર્શાવવામાં આવ્‍યા છે. તે પછી તેઓ જણાવે છે કે ‘હું સારો છું.' વ્‍હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્‍યું હતું કે, પ્રેસિડેન્‍ટને કોઇ સારવારની જરૂર નથી. તેઓ દિવસનો બાકીનો સમય પરિવાર સાથે વિતાવી શકે છે. સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરાયેલા વીડિયોમાં પ્રમુખને તેમની ચપળતા સાબિત કરવા માંગતા દર્શાવવામાં આવ્‍યા હતા. જોકે, તેમણે ચર્ચમાં સેવા આપવા જવાનું માંડી વાળ્‍યું હતું, તેથી પત્રકારો અને દર્શકોને એમ લાગ્‍યું હતું કે અમેરિકન પ્રેસિડેન્‍ટ ઇજાગ્રસ્‍ત થયા છે, પણ બિડેને તરત જ હાથ ઊંચો કરી બધુ બરાબર છે એવું સિગ્નલ આપ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે બિડેન સૌથી વયોવૃદ્ધ અમેરિકન પ્રેસિડેન્‍ટ છે. તેમનું સ્‍વાસ્‍થ્‍ય સતત ધ્‍યાનનો વિષય છે. ૨૦૨૪માં તેઓ બીજી ટર્મમાં રહેશે કે કેમ તે અંગે અટકળો વધી રહી છે.

નવેમ્‍બર ૨૦૨૦ માં, પ્રેસિડેન્‍ટની ચૂંટણીના થોડા સમય પછી, પરંતુ પદ સંભાળતા પહેલા, તેમના પાલતુ જર્મન શેફર્ડ ડોગ સાથે રમતી વખતે બિડેનનો એક પગ તૂટી ગયો હતો. જોકે, એક વર્ષ પછી, નવેમ્‍બર ૨૦૨૧ માં, તેમના ડોક્‍ટરે બિડેનને ફિટ એન્‍ડ ફાઇન ગણાવ્‍યા હતા. 

(10:10 am IST)