Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

૩૭૦ અને CAA બાદ ભાજપની નવી રણનીતિ કઇ ? ઉત્તર પ્રદેશ અને આસામમાં ૨ બાળકોની નીતી લાગુ કરાશે

નવી દિલ્હી,તા. ૨૨: જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવા અને નાગરિકતા કાયદામાં સંશોધન કર્યા બાદ હવે ભાજપ સરકાર વધુ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. ભાજપ શાસિત રાજયોમાંથી આ અંગેની સંકેત મળવા લાગ્યા છે. હકીકતમાં ઉત્ત્।ર પ્રદેશ અને આસામ બન્ને રાજયોમાં ભાજપની સરકાર છે અને તે બે બાળકોની નીતિ પર ભાર મૂકી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ લો કમિશને ઉત્ત્।ર પ્રદેશમાં વસ્તી વધારા પર નિયંત્રણ મૂકવા સંદર્ભે મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કરી દીધુ છે. બીજી તરફ આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્માએ પણ શનિવારે કહ્યું હતું કે, રાજય સરકાર કેટલીક ખાસ સરકારી યોજનાઓને લાભ આપવા માટે બે બાળકોની નીતિ લાગૂ કરશે. આ કામ તબક્કાવાર કરવામાં આવશે.

મીડિયાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રસ્તાવિત જનસંખ્યા નિયંત્રણ નીતિને આસામના તમામ યોજનાઓમાં તાત્કાલીક લાગૂ નહીં કરવામાં આવે, કારણ કે અનેક યોજનાઓ કેન્દ્રની મદદથી ચલાવવામાં આવી રહી છે. આથી કેટલીક યોજનાઓમાં અમે બે બાળકોની નીતિ લાગૂ ના કરી શકીએ. જેમ કે, સ્કૂલો અને કોલેજોમાં નિૅંશૂલ્ક શિક્ષણ હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન આપવા હોય તેમાં આ નીતિ લાગૂ ના કરી શકાય. જો રાજય સરકાર તરફથી કોઈ આવાસ યોજના લાગૂ કરવામાં આવે છે, તો તેમાં બે બાળકોની નીતિ લાગૂ કરવામાં આવી શકે છે. આમ ધીમે-ધીમે ભવિષ્યમાં જનસંખ્યા નિયંત્રણ નીતિ રાજય સરકારની દરેક યોજનાઓમાં લાગૂ કરવામાં આવશે.

બીજી તરફ ઉત્ત્।ર પ્રદેશનું લો કમિશન હાલ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજયોમાં લાગૂ કાયદાઓ સાથે સામાજિક પરિસ્થિતિઓ સહિત અન્ય બાબતો પર અભ્યાસ કરી રહ્યું છે. ટૂંક સમયમાં તેઓ પોતાનો ડ્રાફ્ટ રાજય સરકારને સોંપશે.

લો કમિશનના અધ્યક્ષ આદિત્યનાથ મિત્ત્।લે જણાવ્યું કે, વસ્તીમાં સતત વધારો એક જટીલ સમસ્યા છે. વધતી જતી જનસંખ્યાના પગલે અન્ય અનેક સમસ્યાઓ ઉભી થાય છે. હાલ ઉત્ત્।ર પ્રદેશના લોકોને આરોગ્ય, દ્યર તેમજ રોજગાર સબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારું ચોક્કસપણે માનવું છે કે, વસ્તી વધારા પર અંકુશ મેળવવો જોઈએ.

અમે ઉત્ત્।ર પ્રદેશમાં એવો સંદેશો આપવા નથી માંગતા કે, અમે કોઈ વિશેષ ધર્મ કે કોઈના માનવાધિકારોની વિરુદ્ઘ છીએ. અમે બસ એટલું જોવા માંગીએ છીએ કે, સરકારી સુવિધા એવા લોકોને મળી રહે, જે વસ્તી નિયંત્રણમાં મદદ કરી રહ્યા છે અને પોતાનું યોગદાન આપી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જનસંખ્યા નિયંત્રણ કુટુંબ નિયોજનથી અલગ છે. આ સંદર્ભે કાયદો બનાવવાને લઈને આયોગે દેશના અન્ય રાજયોમાં લાગૂ કાયદાઓ અને અન્ય સામાજિક સ્થિતિઓને લઈને અભ્યાસ કરવાનું શરૂ કરી દીધુ છે.

જયારે હવે બેથી વધુ બાળકો પેદા કરનારા લોકોનો મત આપવાનો અધિકાર છીનવી લેવો જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે. સાધુ-સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ યોગી સરકારના જનસંખ્યા નિયંત્રણ માટે તૈયાર કરવામાં આવી રહેલા મુસદ્દાનો સમર્થન કરતા કહ્યું કે, બે થી વધુ બાળકો પેદા કરનારા વ્યકિતને દેશમાં મત આપવાનો અધિકાર ના મળવો જોઈએ.

સાધુ-સંતો પહેલાથી જ માંગ કરતા આવ્યા છે કે, દેશમાં સતત વધી રહેલી વસ્તી પર અંકુશ મેળવવો જોઈએ. વસ્તી વધારાને કાયદા થકી રોકવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વસ્તી વિસ્ફોટ મોટી સમસ્યા બની શકે છે.

આ કાયદા અંતર્ગત તમામ ધર્મ અને સમાજના લોકોને આવરી લેવામાં આવા જોઈએ અને દરેકે જનસંખ્યા નિયંત્રણ પર ધ્યાન આપવું જોઈએ. વસ્તી વધારા પર કાબૂ મેળવીને જ આવનારી અનેક સમસ્યાઓથી છૂટકારો મળશે.

દેશમાં બેથી વધુ બાળકો પેદા કરનારા વ્યકિતને ભારતમાં મત આપવાનો અધિકાર ના મળવો જોઈએ તેમજ સરકાર તરફથી મળનારી સુવિધાઓથી પણ આવા લોકોને વંચિત રાખવા જોઈએ. આવા લોકોના વોટર કાર્ડ અને આધાર કાર્ડ પણ ના બનાવવા જોઈએ.

(4:16 pm IST)