Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

શિવસેના દશેરા રેલીની પરવાનગી માટે બોમ્બે હાઇકોર્ટ પહોંચી

મુંબઇ તા. રરઃ શિવસેનાની વાર્ષિક દશેરા રેલીની લડાઇ બોમ્બે હાઇકોર્ટ પહોંચી છે. ઉધ્ધવ જુથ તરફથી પાર્ટી સચિવ અનિલ દેસાઇએ ગઇકાલે અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યા મુજબ રેલીની પરવાનગી માટે ઠાકરે જુથે રર અને ર૬ ઓગસ્ટની બે અરજીઓ બીએમસીને આપી છે.અરજીમાં વધુમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટ બીએમસીને આદેશ આપે કે તે પાર્ટીની અરજી ઉપર જલ્દી નિર્ણય કરે. પાંચ ઓકટોબરે દશેરા છે. આ અંગે આજે જસ્ટીસ આરડી ધાનુકા અને જસ્ટીસ કમલ ખાતાની ખંડપીઠ સુનાવણી કરનાર છે. બીજી તરફ ઉધ્ધવ ઠાકરે જણાવી ચૂકયા છે કે, મંજુરી મળે કે ન મળે તેઓ શિવાજી પાર્કમાં રેલી કરશે.

(3:17 pm IST)