Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કૉમેડિયન ભારતી સિંહની ધરપકડ: ઘરેથી મળ્યો હતો ગાંજો : પતિ હર્ષ ની પૂછપરછ

ભારતી સિંહ અને તેમના પતિ હર્ષના પ્રૉડક્શન હાઉસ અને ઘરે એનસીબીના દરોડા

નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ જણાવ્યું કે ભારતી સિંહ અને તેમના પતિ હર્ષના પ્રૉડક્શન હાઉસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએ નશાની સામગ્રી (ગાંજો) મળી આવ્યો હતો. તેની માત્રા લગભગ 86..5 ગ્રામ જણાવવામાં આવી છે.

એનસીબીના અધિકારીઓ અનુસાર, બંને પતિ-પત્નીએ સ્વીકાર કર્યો છે કે તેઓ ગાંજાનું સેવન કરે છે.

અહેવાલો મુજબ વિભાગે ભારતી સિંહની ધરપકડ કરી છે, જ્યારે તેમના પતિ હર્ષની પૂછપરછ ચાલુ છે.મુંબઈમાં ડ્રગ્સના મામલામાં એનસીબી સતત દરોડા પાડી રહી છે.

મધુ કેટલાક દિવસો પહેલાં અભિનેતા અર્જૂન રામપાલના ઘરે એનસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સનો ઉલ્લેખ થયા બાદ એનસીબીએ ઘણા ડ્રગ્સ પેડલર્સને પકડ્યા છે અને ધીરે-ધીરે ઘણાં નામ સામે આવી રહ્યાં છે."

(12:00 am IST)