Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

સુરક્ષા દળોનું બીગ ઓપરેશન, મોટી સફળતા

કાશ્મીરમાં બે સંગઠનના ૪ આતંકીઓ ઝડપાયા : મોટી માત્રામાં હથિયાર મળ્યાં

શ્રીનગર,તા. ૨૨: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ લશ્કરના ૧ આતંકી અને જૈશના ૪ મદદગારની ધરપકડ કરી છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું અભિયાન ચાલી રહ્યું છે. ગઇ કાલે બારામૂલામાંથી પોલીસે લશ્કરના ૧ અને જૈશના ૪ સાગરિતની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ મળ્યાં છે.

પોલીસને બાતમી મળી હતી કે જૈશના આતંકી તેમના સંગઠના વિસ્તાર માટે કામ કરી રહ્યાં છે અને તેઓ આતંકી ગતિધિઓને અંજામ આપી રહ્યાં છે. બાતમી મળતા પોલીસ સજ્જ થઈ અને તાબડતોબ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૪ આતંકીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેમણે એવો ખુલાસો કર્યો કે તેઓ તો જૈશના ઈશારે કામ કરી રહ્યાં છે. પોલીસને તેમની પાસેથી ગ્રેનેડ અને પિસ્તોલ સહિતના બીજા કેટલાક હથિયારો મળ્યા હોવાનું જણાવાય છે.

આ ચારેયની ઓળખ ઝુબેર ગુલ, આદિલ ફજય, બાસિત અલી અને શાહિદ નવી તરીકે થઈ છે. તેમની પાસેથી પિસ્તોલ અને ગ્રેનેડ મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમને આતંકવાદીઓ વતી ગ્રેનેડ હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમની પૂછપરછ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે. આતંકવાદીઓના બાકીના નેટવર્કની ખાતરી કરવામાં આવી રહી છે. જેમાં ઘણી વાતો જાણી શકાશે. તે પછી આતંકવાદીઓને પણ પકડી શકાય છે. દરમિયાન બારામુલાના ક્રાલહર રેલવે ક્રોસિંગ પર વિશેષ નાકા દરમિયાન પોલીસ અને સેનાએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકવાદીની ઓળખ ફૈઝલ અહમદ ડાર તરીકે થઈ છે. આ માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી હતી.

(10:10 am IST)