Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

શ્રીલંકામાં પેટ્રોલ ૧૭૭ રૂપિયા અને ડીઝલ ૧૨૧ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે

કોલંબો તા. ૨૨ : આપણા પાડોશી દેશ શ્રીલંકા, જે ભારતના દક્ષિણ છેડે આવેલું છે. શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શ્રીલંકાના લોકો તેલની આગથી બળી ગયા છે. શ્રીલંકાની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સ્થાનિક પેટાકંપનીએ દેશમાં વિદેશી મુદ્રા ભંડારના ગંભીર સંકટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

તાજેતરના નિર્ણયમાં સીપીસીએ પેટ્રોલના ભાવમાં ૨૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. હવે ત્યાં પેટ્રોલ ૧૭૭ રૂપિયા અને ડીઝલ ૧૨૧ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. શ્રીલંકા હાલમાં વિદેશી હૂંડિયામણની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.

બીજી તરફ, સરકારે કહ્યું છે કે તે ઈંધણની ખરીદી માટે લોન સહાય પર ભારત અને ઓમાન સાથે વાતચીત કરી રહી છે. રાજય સંચાલિત સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) એ સરકાર પાસે ભાવ વધારાની માંગ કરી હતી. જોકે, સરકારે તેમને ઓકટોબરથી ઈંધણના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી ન હતી.

(10:32 am IST)