Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

યુવતીઓની લગ્નની ઉંમર ૨૧ કરીને ૨૦૨૨ની ચુંટણી જીતવાની તૈયારીમાં બીજેપી? વિપક્ષ પણ સતર્ક

રાજનૈતીક ગલિયારામાં ભારે ચર્ચાઃ આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને સરકાર બનાવી રહી છે રણનીતિ

નવી દિલ્હી, તા.૨૨: કેન્દ્રની મોદી સરકારે યુવતીઓની લગ્ન ઉંમર ૧૮ થી વધીને ૨૧ વર્ષ કરવાની તૈયારીમાં છે. વિપક્ષ સતત તેનો વિરોધ કરી રહી છે. ગઇકાલે લોકસભામાં આ સંશોધન વિધેયકને રજુ કર્યા બાદ તેને સંસદીય સ્થાયી સમિતિને તપાસ માટે મોકલી દેવામાં આવ્યા. જેની માંગ વિપક્ષ પણ કરી રહ્યું હતું. પરંતુ રાજનૈતિક ગલિયારામાં ચર્ચા ચાલી રહી છે કે આગામી વિધાનસભા ચુંટણીને જોઇને સરકાર રણનીતિ બનાવી રહી છે. તેને ચુંટણીની પહેલા બજેટ સત્ર દરમ્યાન ફરી ગૃહમાં લવાશે.

વિપક્ષનો વિરોધ અને માંગ વચ્ચે સરકારે જ લોકસભામાં વિધેયકને સંસદીય પેનલને મોકલવાનો પ્રસ્તાવ આપ્યો. ચોંકાવનારી વાત એ છે કે લોકસભામાં સરકારની પાસે બહુમતી છે તેમ છતા સરકારે સંસદીય પેનલમાં મોકલવાનો પ્રસ્તાવ આપ્યો, તેનો અર્થ સતારૂઢ પક્ષ દબાવમાં નહિ પરંતુ તેના મુજબ કામ કરી રહ્યું છે.

સરકારે એ જ દિવસે વિપક્ષની માંગ વિરૂધ્ધ રાજયસભામાં આધારને મતદાતા યાદીથી જોડવા માટે એક મહત્વપૂર્ણ વિધેયકને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો. તે જણાવે છે કે મહિલાઓના લગ્નની ઉંમર વધારવા સંબંધિત વિધેયક સંસદીય પેનલને મોકલવું  સતારૂઢ બીજેપી પાસે અનુકુળ છે. સરકાર હાલમાં આ મુદાને જીવતો રાખવા માંગે  છે જે સંભવતઃ ટ્રિપલ તલાક મુદેની ભરપાઇ કરી શકે છે.

કોંગ્રેસ, લેફટ, દ્રમુક અને એનસીપી જેવા પક્ષો તેમા સામેલ સામાજિક-લિંગ અસમાનતાના મુદા પર તેમની ટીકાને ધ્યાનમાં રાખીને અને હિતધારકોની સાથે વધુ ચર્ચાની આવશ્યકતા પર જોર આપવા માટે સતર્ક છે ત્યાં સુધી કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો કે તેની મહિલા સશકિતકરણકર્તાએ પીએમને બિલ લાવવા માટે મજબૂર કર્યા.

(12:31 pm IST)