Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

બેંગલુરુમાં 5 મિનિટમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા : લોકોમાં ફફડાટ

બેંગલુરુથી લગભગ 70 કિમી ઉત્તર-પૂર્વમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ

કર્ણાટકમાં કંપના તીવ્ર આંચકા આવ્યા હતા,બેંગલુરુથી લગભગ 70 કિમી ઉત્તર-પૂર્વમાં બુધવારે સવારે અહીં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી. NCS એ ટ્વિટ કર્યું કે કર્ણાટકના બેંગલુરુથી લગભગ 70 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં બુધવારે સવારે 7.09:36 સેકન્ડે 11 કિમીની ઊંડાઈ સાથે 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 

અન્ય એક ટ્વીટમાં, તેમણે કહ્યું કે કર્ણાટકના બેંગલુરુથી લગભગ 66 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં બુધવારે સવારે 7 વાગીને 14 મિનિટ 32 સેકન્ડે 23 કિમીની ઊંડાઈ સાથે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જો કે, સદનસીબે, ભૂકંપની તીવ્રતા બહુ વધારે ન હોવાથી કોઈ નુકસાનના અહેવાલ નથી. કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ભારતના ભાગમાં ભૂકંપના આંચકા ઘણા લોકોએ અનુભવ્યા છે.

(1:15 pm IST)