Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

નરેન્દ્રભાઇને મળીને ખુબ જ પ્રેરિત થયાનું અનુભવુ છું : વિનિત મિત્તલ

અવાડા ગ્રુપના ચેરમેન સહિતના ઉદ્યોગપતિઓ પીએમ ને મળ્યા

નવી દિલ્હી, તા. રર : અવાડા ગ્રુપના ચેરમેનશ્રી વિનિત મિત્તલે સહિતના ઉદ્યોગપતિઓએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. શ્રી મિત્તલે તેમના ટવીટર હેન્ડલ ઉપર જણાવેલ કે નરેન્દ્રભાઇને મળ્યા બાદ ખુબ જ પ્રેરિત થયાનો અનુભવ કરી રહ્યો છું. ભારતમાંથી પ્રત્યેક ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં રાખવાનો તેમનો દૃષ્ટિકોણ ભારતીય ઉદ્યમીયતામાં તેમના વિશ્વાસને દર્શાવે છે. સમસ્ત ઉદ્યોગ પરિવાર વતી હું એ વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભારતીય ઉદ્યોગ વિશ્વગુરૂ બનવા માટે પુરી રીતે તૈયાર છે અને પુરી પ્રતિબધ્ધતાથી હું એ વાતનું આશ્વાસન આપુ છુ કે સમસ્ત ઉદ્યોગ પરિવાર તેને પુરા કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે.

(3:05 pm IST)