Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઓમિક્રોનના જોખમ વચ્ચે ભારતીયો માટે માઠા સમાચાર

ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેકિસનથી મળતી સુરક્ષા બે ડોઝ લેવાના ત્રણ મહિના બાદ ઓછી થઈ જાય છે

નવી દિલ્હી, તા.૨૨: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે એક મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વેકિસનથી મળતી સુરક્ષા કેટલી પ્રભાવી છે. હવે વેકિસન પર લેંસેટની ચોંકાવનારી સ્ટડી સામે આવી છે. સ્ટડી અનુસાર ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેકિસનથી મળતી સુરક્ષા બે ડોઝ લેવાના ત્રણ મહિના બાદ ઓછી થઈ જાય છે. ભારતમાં મોટાભાગના લોકોને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ વેકિસન લાગેલી છે. આ માટે શોધકર્તાઓએ બ્રાઝિલ અને સ્કોટલેન્ડના ડેટાનુ વિશ્લેષણ કર્યુ. સ્ટડીના પરિણામ જણાવે છે કે એસ્ટ્રાજેનેકાની વેકિસન લગાવનારને ગંભીર બીમારીથી સુરક્ષા બનાવી રાખવા માટે બૂસ્ટર લેવાની જરૂર છે.

આ સ્ટડી એસ્ટ્રાજેનેકાની વેકિસન લઈ ચૂકેલા સ્કોટલેન્ડના ૨૦ લાખ લોકો અને બ્રાઝિલના ૪.૨ કરોડ લોકો પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત છે. શોધકર્તાઓએ કહ્યુ કે સ્કોટલેન્ડમાં બીજો ડોઝ લેવાના બે અઠવાડિયા બાદની તુલનામાં ડોઝ લેવાના ૫ મહિના બાદ હોસ્પિટલમાં દાખલ કે કોરોનાથી મરનારની સંખ્યામાં લગભગ પાંચ ગણી વૃદ્ઘિ થઈ હતી. તેમણે કહ્યુ કે વેકિસનની પ્રભાવશીલતામાં લગભગ ત્રણ મહિના બાદ જ દ્યટાડો જોવા મળ્યો છે. બીજા ડોઝના બે સપ્તાહ બાદની તુલનામાં ત્રણ મહિના બાદ હોસ્પિટલમાં દાખલ હોવા અને મોતનુ જોખમ બેગણુ થઈ જાય છે. સ્કોટલેન્ડ અને બ્રાઝિલના શોધકર્તાઓએ જાણ્યુ કે વેકિસનનો બીજો ડોઝ લેવાના ચાર મહિના બાદ આની અસર ઓછી થઈ જાય છે અને શરૂઆતી સુરક્ષાની તુલનામાં હોસ્પિટલમાં દાખલ હોવા અને મોતનુ જોખમ લગભગ ત્રણ ગણુ વધી જાય છે. તેમણે કહ્યુ કે બ્રાઝિલમાં પણ આ રીતનો આંકડો જોવા મળ્યો છે.

બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યુ, મહામારી સામે લડવામાં વેકિસન દ્યણી જરૂરી છે પરંતુ તેની પ્રભાવશીલતામાં દ્યટાડો ચિંતાનો વિષય છે. ઓકસફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેકિસનની પ્રભાવશીલતામાં પહેલીવાર દ્યટાડો કયારે શરૂ થાય છે. તેની ઓળખ કરવા, બૂસ્ટર પ્રોગ્રામ તૈયાર કરવો જોઈએ જેથી મોટાભાગની સુરક્ષા સુનિશ્યિત કરવામાં આવી શકે. શોધકર્તાઓ અનુસાર વેકિસનની પ્રભાવશીલતા ઓછી થવાની અસર નવા વેરિઅન્ટ પર પણ પડવાની સંભાવના છે.

(3:41 pm IST)