Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પંજાબ સરકારનો મોટો નિર્ણય :વેક્સીન નહિ લેનાર સરકારી કર્મચારીઓ પગાર નહીં મળે

જે સરકારી કર્મચારીઓ કોરોના વેક્સિન નહીં લેય તેમની સેલેરી અટકાવી દેવાશે: નોટિફિકેશન બહાર પાડ્યું

નવી દિલ્હી : પંજાબની ચન્ની સરકારે સરકારી કર્મચારીઓના વેક્સિનેશન અંગે એક મોટો નિર્ણય લેતા એક નોટિફિકિશન બહાર પાડ્યું છે નોટિફિકેશનમાં કહેવાયું કે જે સરકારી કર્મચારીઓ કોરોના વેક્સિન નહીં લેય તેમની સેલેરી અટકાવી દેવામાં આવશે. 

પંજાબ સરકાર એવી પણ જાહેરાત કરી છે કે તમામ કર્મચારીઓએ વેક્સિન લેવી ફરજિયાત છે. નોટિફિકેશન કહેવાયું કે IHRML પોર્ટલ પર વેક્સિનેશન નંબર આપવો પડશે. જે સરકારી કર્મચારીઓ જાણકારી નહીં આપે તેમનો પગાર અટકાવી દેવામાં આવશે. 

 

વેક્સિન ન લેનાર સરકારી કર્મચારીઓને પગાર ન આપવાનો નિર્ણય લઈને પંજાબની ચન્ની સરકારે દેશ માટે એક મોટું ઉદાહરણ પુરુ પાડ્યું છે. પગારનો સવાલ આવતા હવે ફરજિયાતપણે સરકારી કર્મચારીઓ વેક્સિન લેશ જ તેમાં બેમત નથી. બીજા રાજ્યોએ પણ આ નિર્ણય લાગુ પાડવા જેવો છે. ખાસ કરીને એવે સમયે કે જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે. 

(7:42 pm IST)