Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના વિવાદી પુસ્તક પર કોર્ટે આપ્યો ફરિયાદનો આદેશ : ત્રણ દિવસમાં FIR ની નકલ સોંપવા તાકીદ

કોર્ટે પોલીસને આરોપી ખુર્શીદ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવા અને નિયમો અનુસાર તપાસ કરવા આદેશ આપ્યો

લખનૌ :એક સ્થાનિક અદાલતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ દ્વારા તેમના વિવાદાસ્પદ પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા'માં સનાતન ધર્મની કથિત રીતે બોકો હરામ અને ISIS ઈસ્લામિક આતંકવાદી સંગઠન સાથે સરખામણી કરવા બદલ દાખલ કરેલી અરજીને મંજૂર કરી છે. તાલાબ પોલીસ સ્ટેશનને ખુર્શીદ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે પોલીસને આરોપી ખુર્શીદ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવા અને નિયમો અનુસાર તપાસ કરવા અને ત્રણ દિવસમાં એફઆઈઆરની નકલ તેમને સોંપવા જણાવ્યું છે. આ આદેશ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગી, શુભાંશી તિવારીએ આપ્યો હતો. કોર્ટે પોલીસને આરોપી ખુર્શીદ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવા અને નિયમો અનુસાર તપાસ કરવા અને ત્રણ દિવસમાં એફઆઈઆરની નકલ તેમને સોંપવા જણાવ્યું છે. શુભાંશી તિવારીની અરજીની સુનાવણી દરમિયાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગીએ આ આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે અરજીમાં ઉલ્લેખિત તથ્યો અને અરજદારની દલીલો સાંભળ્યા બાદ કોર્ટનો અભિપ્રાય છે કે સલમાન ખુર્શીદ સામે કોગ્નિઝેબલ અપરાધનો કેસ કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ વકીલ હોવા ઉપરાંત ખુર્શીદ અનેક વખત મંત્રી રહી ચૂક્યા છે. તેમનું પુસ્તક 'સનરાઈઝ ઓવર અયોધ્યા' વાંચ્યા પછી, અરજદાર દ્વારા તેના કેટલાક અંશો અત્યંત વિવાદાસ્પદ અને હિન્દુ ધર્મ પર કલંકરૂપ હોવાનું જણાયું હતું.

 

(12:37 am IST)