Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

MSP એવું ચક્ર બન્યું છે જે સામાન્ય લોકોને પણ અસર કરે છેઃ વધે છે મોંઘવારી

ઘર આંગણે અને બહાર બંને માટે સંકટરૂપ છે MSP

નવી દિલ્હી, તા.૨૩: પહેલા એક નજર કેટલીક મહત્વપુર્ણ બાબતો પર નાખીએ. ખેતીપ્રધાન અને ખાદ્યાન્ન પ્રચૂર ભારત દેશમાંથી નિકાસ થતી કૃષિ વસ્તુઓમાં ફળ-ફૂલ, શાકભાજી, મસાલા, ચા, કોફી, તમાકુ, નારીયેળ, સુકોમેવા મુખ્ય છે. તેમાંથી કોઇ માટે એમ એસપી નથી. જયારે એમએસપીનો નેવુ ટકા હિસ્સો લેનાર ધાન અને ઘઉં પોતાની કિંમતોના કારણે નિકાસ બજારથી બહાર છે. વધુ એક રોચક વાત-વિદેશમાં ભારતના બાસમતી ચોખાની માંગ બહુ છે, તે પણ અમે એસપીની બહાર છે. આ આંકડાઓ દર્શાવે છે કે નિકાસ વધારવા માટે કૃષિક્ષેત્રમાં કાયદામાં સુધારો દેશની જરૂરીયાત છે.

અફસોસ એ છે કે જે સમયે આ ઉપાયોની સૌથી વધારે જરૂર છે ત્યારે જ એમએસપી ગેરંટીની માંગ ઉભી થવા લાગી છે. તેણે નિકાસકારોની ચિંતા વધારી દીધી છે. તેનાથી કોરોનાની આપદાને અવસરમાં બદલવાથી ચૂકી જવાનો ભય વધી ગયો છે. મુખ્ય વાત એ છે કે એમએસપીને લીધે દેશની આંતરિક જ નહીં પણ ગ્લોબલ બજારનું સમીકરણ પણ બગડવાનું જોખમ છે.

દેશના દક્ષિણ અને પશ્ચિમના રાજયોમાં મોટા ઉપભોકતાઓ ઉત્તરના રાજયોમાંથી એમએસપી વાળા મોંઘા ઘઉં લેતા ખચકાય છે. કેમ કે તેમને વિદેશથી સારી ગુણવતાવાળા ઘઉં તેનાથી ઓછા ભાવે મળી શકે છે. ચાલુ ફસલ વર્ષ ૨૦૨૦-૨૧ની વાત કરવામાં આવે તો ઘઉંની એમ એસપી ૧૯૭૫ રૂપિયા છે, જયારે કેટલાયે દેશોના નિકાસકારો ફકત ૧૪૫૦ રૂપ્યિા પ્રતિ કિવટન્ટલના ભાવે ભારતના બંદરો સુધી પહોંચાડવા તૈયાર છે. જો કે સીમા શુલ્કના સહારે તેની આયાતને રોકવામાં આવી છે. એના કારણે મીલોને પણ એમએસપીવાળા મોંઘા ખરીદવા પડે છે. તેનો બોજ સામાન્ય ગ્રાહકોએ ઉઠાવવો પડે છે. એટલે એમ એસપીનું એવું ચક્કર બની ગયું છે જેની અસર સામાન્ય નાગરિકો સુધી પહોંચે એમ એસપીના કારણે બે જોખમો ઉભા થાય છે. એક તો નિકાસમાં અડચણ અને બીજું સામાન્ય ગ્રાહક માટે મોંઘવારી, આ ઉપરાંત એવી સ્થિતી થશે કે આયાતી માલમાં વધારો થશે, જે આટલું ખાદ્યાન્ન ઉત્પન્ન કરનાર દેશ માટે સારી સ્થિતી ન ગણી શકાય.

દેશમાં એક માત્ર પાક શેરડી છે જેની એમ એસપીની ગેરંટી અપાઇ છે. પરિણામ સૌની સામે છે. વધુ પડતર કિંમતના કારણે વૈશ્વિક બજારમાં ભારતીય ખાંડને કોઇ પૂછતું નથી. તો બીજી બાજુ એવા રાજયોમાં પણ શેરડીની ખેતી થવા લાગી જયાં પાણીની બહુ અછત છે. સરપ્લસ ખાંડ નિકાસ માટે સરકારે છેલ્લા બે ત્રણ વર્ષોથી સતત સબસીડી આપવી પડે છે તો બીજી તરફ ખાંડ નિકાસ માટે સરકારે છેલ્લા બે ત્રણ વર્ષોથી સતત સબસીડી આપવી પડે છે તો બીજી તરફ ખાંડ મિલોની હાલત ખરાબ થવાથી શેરડીના ખેડૂતોને પેમેન્ટ કરવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.

(10:13 am IST)
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ એકશનમાં આવતીકાલથી ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, નિરીક્ષકો દ્વારા દાવેદારોની પેનલ તૈયાર કરવામાં આવશે access_time 12:53 pm IST

  • હવે ઇંગ્લેન્ડમાં આશરો માગશે ભાગેડુ વિજય માલ્યા : ભારતમાંથી નાસી છુટેલ ઉદ્યોગપતિ, કિંગફિશરના વિજય માલ્યા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં શરણું માગવા અરજી કરશે તેવું જાણવા મળે છે access_time 12:54 pm IST

  • ભારત-ચીન સરહદ વિવાદ : ફરીથી શરૂ થશે વાતચીત, આગામી દિવસોમાં કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક access_time 12:54 pm IST