Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આવતા મહિને રાહુલ ગાંધી ગુજરાત આવશે

કોંગ્રેસે ચુંટણીને ધ્યાને લઇ પ્રાણ ફુંકવા શરૂ કર્યા

રાજકોટઃ આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ - કાર્યકર્તાઓનું જોમ વધારવા, દોડતા કરવા માટે આવતા મહિને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી શકયતા છે. હાલ ગુજરાતના પ્રત્યેક જીલ્લા-તાલુકામાં સંયોજક સંવાદ કાર્યક્રમો થઇ રહયા છે. જેમાં પક્ષના કાર્યકર્તા-આગેવાનો ઉત્સાહથી ભાગ લઇ રહયા છે. આ કાર્યક્રમોમાં સ્થાનીક પ્રશ્નો, સમસ્યાને ખાસ મહત્વ અપાઇ રહયું છે. ચુંટણીની તૈયારીઓ શરૂ થઇ ગયાનું જોવા મળે છે. ત્યારે રાહુલ ગાંધીને ગુજરાત કોંગ્રેસમાં જોમ ઉત્સાહ અને નવા પ્રાણ ફુંકવા આવવા આમંત્રણ અપાયાનું જાણવા મળે છે.

(11:43 am IST)