Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

આકાંક્ષા પુરી બની મિકા દી વોહતીની વિજેતા : વાઇલ્ડ કાર્ડથી એન્ટ્રી લઈ મિકા સિંહના દિલમાં પોતાનું સ્થાન મેળવ્યું

મીકા સિંહે સ્ટેજ પર આકાંક્ષા પુરીને માળા પહેરાવી અને કહ્યું – “તેની પસંદગી આકાંક્ષા પુરી” : જૂની મિત્રને લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરી

મુંબઈ તા. 25 : 45 વર્ષીય સિંગર મિકા સિંહના સ્વયંવર 'મિકા દી વોટી'ની ગ્રાન્ડ ફિનાલે હાલમાં જ યોજાઈ ગઈ. આ શોને આકાંક્ષા પુરીએ જીત્યો છે. મિકાએ આકાંક્ષાને પોતાની લાઇફ પાર્ટનર તરીકે પસંદ કરી છે. ફિનાલેમાં 33 વર્ષીય આકાંક્ષા ઉપરાંત પ્રાણતિકા દાસ તથા નીત મહલ હતા. આ ત્રણેય સ્પર્ધકોની હલ્દી, મહેંદી તથા સંગીત સેરેમની યોજાઈ હતી. મિકાએ આકાંક્ષા પુરીના ગળામાં માળા પહેરાવી હતી.

આકાંક્ષા પુરી વિશે તમને જણાવી દઈએ કે, તેણે આ શોમાં વાઈલ્ડ કાર્ડ પાર્ટિસિપેન્ટ તરીકે એન્ટ્રી કરી હતી અને હવે તેણે આ શો જીતી લીધો છે. મિકા સિંહ વાસ્તવમાં ત્રણેય ફાઇનલિસ્ટના પ્રેમમાં પડી ગયો હતો પરંતુ સ્વીકાર્યું હતું કે આકાંક્ષા તેમને સારી રીતે ઓળખતી હતી. તેનું એક કારણ એ છે કે બંને લાંબા સમયથી એકબીજાના મિત્રો છે. તેની એન્ટ્રી સાથે, એવી અટકળો પણ શરૂ થઈ હતી કે આકાંક્ષા પુરી શો જીતી શકે છે અને મીકા સિંહની પત્ની બની શકે છે.

મીડિયાના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, મીકા સિંહે સ્ટેજ પર આકાંક્ષા પુરીને માળા પહેરાવી અને કહ્યું કે તેની પસંદગી આકાંક્ષા પુરી છે. મિકા સિંહ હાલમાં લગ્ન પહેલા આકાંક્ષા પુરી સાથે થોડો સમય વિતાવવા માંગે છે. તેઓ આકાંક્ષાના પરિવારને પણ મળ્યા અને તેમના આશીર્વાદ લીધા.

(10:50 pm IST)