Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કાશ્મીર ફાઈલ્સને નેશનલ ઍવોર્ડ ન મળતા ફિલ્મમેકરે બોલિવુડ પર નિશાનો સાધ્યો ! : કહ્યું – “હિન્દી સિનેમાને હજુ વધારે મહેનત કરવાની જરૂર”

વિવેક અગ્નિહોત્રીએ અજય દેવગણને બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ જીતવા બદલ ટ્વિટ કરી શુભેચ્છાઓ પણ પાઠવી

મુંબઈ તા.25 : ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ શો નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ 'સોરારઈ પોટરૂ'નો પણ સમાવેશ થાય છે. તેમજ સંજય દત્તની ફિલ્મ 'તુલસીદાસ જુનિયર'એ પણ બેસ્ટ હિન્દી ફિલ્મનો ઍવોર્ડ જીત્યો છે, આ દરમિયાન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ બોલિવુડ પર નિશાનો સાધતા એક ટ્વીટ કર્યું છે, આ ટ્વીટમાં તેને અજય દેવગણને બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ જીતવા બદલ શુભેચ્છાઓ પણ આપી છે.

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને અજય દેવગણ સહિત સાઉથના કલાકારોને શુભેચ્છાઓ આપવાની સાથે જ બોલિવુડને સલાહ પણ આપી છે, આ ટ્વીટમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું કે, સોરારઈ પોટારૂ, સૂર્યા, અપર્ણા બાલામુરલી, સુધા કોંગરા અને અજય દેવગણને રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા બદલ શુભેચ્છાઓ! દક્ષિણ સિનેમા અને તમામ ક્ષેત્રીય લોકો માટે આ એક સારો દિવસ છે, હિન્દી સિનેમાને હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

અજય દેવગણે નેશનલ ઍવોર્ડ જીતવા પર રિએક્ટ કર્યું. તેને ટ્વીટ કરતા કહ્યું કે, 'હું 68 માં રાષ્ટ્રીય પુરસ્કારમાં 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' માટે બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ જીતીને ખૂબ જ ઉત્સાહિત છું. સૂર્યાએ 'સોરારઈ પોટારૂ' માટે બેસ્ટ એક્ટર ઍવોર્ડ જીત્યો છે, હું બધાનો આભાર માનું છું, સૌથી વધુ મારી ક્રિએટિવ ટીમ, પ્રેક્ષકો અને મારા પ્રશંસકોનો. હું મારા માતા-પિતા અને ઈશ્વરના આશીર્વાદનો પણ આભાર વ્યકત કરું છું, તમામ વિનર્સને શુભેચ્છાઓ!'

અપર્ણા બાલામુરલીને બેસ્ટ એક્ટ્રેસ ઍવોર્ડ મળ્યો છે, જેના પર તેને ખુશી જાહેર કરતા કહ્યું કે, 'મેં ચિંતિંત હતી, શું તમારી યાત્રા બરબાદ થઇ જશે, એમ પણ તેવું નથી થયું અને હું આ વિશાલ ઍવોર્ડને મેળવીને બસ ખુશ છું, હું આ પુરસ્કારનું શ્રેય ફિલ્મના નિર્દેશક સુધાને આપું છું, જે મારા પાછળ દૃઢતા સાથે હતી અને દરેક સમયે મારું સમર્થન કરતી હતી.'

હિન્દી, બંગાલી, કન્નડ, મરાઠી, મણિપુરી, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, છત્તીસગઢી, હરિયાણવી, ખાસી, મિસિંગ, તુલું અને પનિયા ભાષા માટે બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ આપવામાં આવે છે.

 

(12:07 am IST)