Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જો તમારૂં સેવિંગ કરન્‍ટ એકાઉન્‍ટ ૧૦ વર્ષથી ઓપરેટ નથી થતુઃ તો તમારી સમસ્‍યા વધી શકે છે

મુંબઇ,તા. ૨૬ : રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI) એ ગ્રાહકોના નામે એક મહત્‍વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, બચત અને કરંટ એકાઉન્‍ટ્‍સ અથવા ટર્મ ડિપોઝિટ ૧૦ વર્ષથી વધુ સમયથી સંચાલિત નથી જેનો દાવો કરવામાં આવ્‍યો નથી. તેમને હવે દાવા વગરની થાપણો ગણવામાં આવશે અને આ ખાતાના નાણા ડિપોઝિટ એજયુકેશન એન્‍ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્‍સફર કરવામાં આવશે જેની દેખરેખ RBI દ્વારા કરવામાં આવશે. એટલે કે, જો આ ખાતાઓમાં જમા નાણાંની માહિતી લેવામાં ન આવે અથવા ૧૦ વર્ષ સુધી ટ્રાન્‍ઝેક્‍શન કરવામાં ન આવે તો રિઝર્વ બેંક તેને દાવા વગરની શ્રેણીમાં મૂકશે. તેથી, તેનાથી બચવાનો એકમાત્ર રસ્‍તો એ છે કે જો તમે ખાતામાં પૈસા મૂકીને ભૂલી ગયા છો, તો જલ્‍દીથી ટ્રાન્‍ઝેક્‍શન કરો.

આ નિયમ માત્ર બચત, ચાલુ અથવા ટર્મ ડિપોઝિટ ખાતાઓ માટે જ લાગુ પડે છે જે ૧૦ વર્ષથી ઓપરેટ થયા નથી. જોકે, ખાતાધારકો આ ખાતાઓમાં જમા કરાયેલા નાણાં ઉપાડવા માટે હકદાર હશે અને તેઓ આ નાણાંનો બેંકમાં દાવો કરી શકશે. આરબીઆઈનું કહેવું છે કે ડીઈએ ફંડમાં પૈસા જમા કરાવ્‍યા પછી પણ ખાતાધારકો તેમની બેંકમાં પૈસા માટે અરજી કરી શકે છે. એ સમયે બેંક વ્‍યાજ સાથે પૈસા પરત કરશે. 

(10:20 am IST)