Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

5G સ્‍પેકટ્રમ માટે આજે થશે હરાજી : અદાણી - રિલાયન્‍સ વગેરે મેદાને

રિલાયન્‍સ જિયોએ 5G સ્‍પેકટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે રૂા. ૧૪,૦૦૦ કરોડ, અદાણી જૂથે રૂા. ૧૦૦ કરોડ, ભારતી એરટેલે રૂા. ૫,૫૦૦ કરોડ અને વોડાફોન આઇડિયાએ રૂા. ૨,૨૦૦ કરોડ જમા કરાવ્‍યા છે

નવી દિલ્‍હી તા. ૨૬ : ટેલિકોમ વિભાગ આજે 5G સ્‍પેક્‍ટ્રમની હરાજી કરશે. આ અંતર્ગત ૨૦ વર્ષના સમયગાળા માટે કુલ ૭૨,૦૯૭.૮૫ MHz સ્‍પેક્‍ટ્રમની હરાજી કરવામાં આવશે. છેલ્લે, રિલાયન્‍સ જિયો ઈન્‍ફોકોમ, ભારતી એરટેલ, અદાણી ડેટા નેટવર્ક્‍સ અને વોડાફોન આઈડિયાને હરાજીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. રિલાયન્‍સ જિયોએ હરાજીમાં ભાગ લેવા માટે રૂ. ૧૪,૦૦૦ કરોડ, અદાણી જૂથે રૂ. ૧૦૦ કરોડ, ભારતી એરટેલે રૂ. ૫,૫૦૦ કરોડ અને વોડાફોન આઇડિયાએ રૂ. ૨,૨૦૦ કરોડ જમા કરાવ્‍યા છે.

બિડર્સને બાકીના હપ્તાઓના સંદર્ભમાં કોઈપણ ભવિષ્‍યની જવાબદારીઓ વિના ૧૦ વર્ષ પછી સ્‍પેક્‍ટ્રમ સોંપવાનો વિકલ્‍પ આપવામાં આવશે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના ટેલિકોમ રાહત પેકેજ મુજબ, સરકાર માત્ર એક વખતની સ્‍પેક્‍ટ્રમ ફી વસૂલશે. સ્‍પેક્‍ટ્રમ વપરાશ શુલ્‍ક માફ કરવામાં આવ્‍યા છે. સ્‍પેક્‍ટ્રમ માટેની ચુકવણી ૨૦ સમાન વાર્ષિક હપ્તામાં કરી શકાય છે.

દિલ્‍હી, ગુરૂગ્રામ, લખનૌ, ચંદીગઢ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, મુંબઈ, પુણે, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ પ્રથમ વખત શરૂ થવાની સંભાવના છે.

(10:39 am IST)