Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોતની ‘પોટલી' ૩૧ને ભરખી ગઇ

લઠ્ઠાકાંડે ધંધુકા તાલુકામાં ૧૦ અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ૨૧ લોકોનો ભોગ લીધો : અત્‍યાર સુધીમાં ૧૪ મોતના સોદાગરોની ધરપકડ : અનેક લોકો હજુ સારવારમાં : બોટાદ જિલ્લાના રોજીદ અને આકરૂ કામના શ્રમિકોએ કેમિકલયુક્‍ત દારૂ પીધા બાદ એક પછી એકની તબિયત લથડતા દોડધામ : બોટાદ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાની આગેવાનીમાં તપાસનો ધમધમાટ

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૬ : બોટાદ જિલ્લાના રોજીદ અને આકરૂ તથા અમદાવાદ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કેમિકલયુક્‍ત દારૂ પીધા બાદ અત્‍યાર સુધીમાં ૩૧ના મોત નીપજતા પરિવારજનોમાં હૈયાફાટ રૂદન સાથે માતમ છવાયો છે. લઠ્ઠાકાંડના કથિત કેસમાં કેમિકલ સપ્‍લાય કરનાર મુખ્‍ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્‍યારે અન્‍ય ૧૪ સામે ગુન્‍હો દાખલ કરાયો છે. હજુ અનેક અસરગ્રસ્‍તો ભાવનગર, બોટાદ, અમદાવાદ સહિત જુદી-જુદી હોસ્‍પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. બોટાદ એસપી કરણરાજ વાઘેલાની આગેવાનીમાં પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે ૩૦૨ ની કલમ લગાવાઇ છે.

ધંધૂકા - બરવાળામાં ઝેરી દારૂ પીવાથી ૩૧ના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના ૨૧ અને ધંધુકા તાલુકાના ૧૦ લોકોનાં મોત થયા છે. તેમજ બોટાદના રોજીદ ગામના ૫ લોકોના મોત, ચદરવા ગામનાં ૨ અને દેવગણા ગામના ૨ના મોત, ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના ૩ લોકોના મોત, અણીયાલી ગામનાં ૨ અને ઉચડી ગામના ૨ના મોત, વેજળકામાં ૨, પોલારપુરમાં ૧, રાણપરામાં ૧નું મોત, ખડ, વહિયા અને ભીમનાથમાં ૧ - ૧ના મોત તથા અન્‍ય ગામના ૮ લોકોનાં મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડને લઈને DGPનું નિવેદન સામે આવ્‍યું છે. જેમાં DGPએ જણાવ્‍યું છે કે તમામ આરોપી આઈડેન્‍ટીફાય થઈ ગયા છે. તમામની પૂછપરછ ચાલુ છે. હાલ તમામ મામલે તપાસ ચાલુ છે. તથા ૧૪ લોકો સામે જ્‍ત્‍ય્‍ દાખલ કરવામાં આવી છે. તેમજ કેમિકલ સપ્‍લાય કરનારની ધરપકડ કરાઈ છે. કેમિકલ યુક્‍ત દારૂના મામલે બરવાળા પોલીસે ફરિયાદ નોંધી છે. તેમાં ૩૦૨, ૩૨૮, ૧૨૦બી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. કુલ ૧૪ લોકો સામે ફરિયાદ નોંધી છે.

બરવાળા પાસેના રોજીદ અને આકરૂ ગામે કેટલાક શ્રમિકોએ દેશી દારૂ પીધા બાદ ઝેરી અસર થતાં હોસ્‍પિટલ ખસેડેલ છે. લઠ્ઠાકાંડ જેવા આ બનાવમાં ૨૩ જેટલા શ્રમિકોના મોત નિપજયા હોવાનું જાણવા મળેલ છે. અને કેટલાક અસરગ્રસ્‍તોને ધંધુકા-બરવાળા અમદાવાદ ભાવનગર અને બોટાદ હોસ્‍પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે અને ઉચ્‍ચ અધિકારીઓ સ્‍થળ ઉપર દોડી ગયા છે.

બોટાદના રોજીદ ગામે દેશી દારૂ પી લેતા આઠેક વ્‍યક્‍તિઓ બેભાન જેવા થઈ જતા લઠ્ઠાકાંડની દહેશત સાથે તેઓને બોટાદ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા બનાવની જાણ કરાતા ભાવનગરથી પોલીસ તથા તબીબોની ટીમ બોટાદ જવા રવાના થઈ હતી.

આ બનાવમાં મૃત્‍યુઆંક મોટો હોવાની દહેશત વ્‍યક્‍ત કરાઈ રહી છે. ભાવનગરથી રેન્‍જ આઈજી અશોકકુમાર યાદવ, બોટાદના એસ.પી. ,ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ બનાવ સ્‍થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.

આ ઉપરાંત અનીયારી ગામે, ખડવાર ગામે, દેવગાણા ગામે અને સુંદરિયાણા ગામના કેટલાક લોકોને ઝેરી દારૂની અસર થતાં કેટલાકને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

 

 

આ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

ગજુ બહેન વડદરિયા- પિન્‍ટુ દેવીપૂજક- વિનોદ ઉર્ફે ફંટો કુમારખાણીયા- સંજય કુમારખાણીયા- હરેશ આંબલિયા- જટુભા લાલુભા- વિજય ઉર્ફે લાલો પઢીયાર- ભવાન નારાયણ- સન્ની રતિલાલ- નસીબ છના- રાજુ- અજિત કુમારખાણીયા- ભવાન રામુ- ચમન રસિક

 

દારૂ બનાવવા માટે અમદાવાદથી મિથેનોલ મંગાવાયુ હોવાનું ખુલ્‍યું : ભાવનગર રેન્‍જ આઇજી ડીવાયએસપીની અધ્‍યક્ષતામાં સિટની રચના
ભાવનગર તા. ૨૫  બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ ૨૦ લોકોના મોત થયા છે. જયારે હાલ ૩૨ લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં ૪ જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કથિત લઠ્ઠાકાંડમાં કુલ ૨૦ લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના રોજીદ ગામના ૬ લોકોના મોત થયા છે. ઉંચડી ગામ અને ચંદરવા ગામના ૨-૨ લોકોના મોત થયા છે. ધંધૂકાના આકરૂ ગામ અને અણીયાળી ગામના ૩-૩ લોકોના મોત થયા છે. રાણપુર તાલુકાના દેવગણા ગામના ૨ લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડમાં હાલ કુલ ૩૨ લોકો સારવાર હેઠળ છે. તમામે તમામ દર્દીઓને ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્‍યા છે. તેમાંથી ૪ લોકોની હાલત હજુ અત્‍યંત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્‍જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્‍શનમાં આવી છે. ભાવનગર રેન્‍જ આઈજીએ ડીવાયએસપીની અધ્‍યક્ષતામાં SITની રચના કરી છે. ત્‍યારે આ સાથે ATS ના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે. કથિત લઠ્ઠાકાંડમાં ગુજરાત ATS પણ એક્‍શનમાં આવી છે. ગુજરાત ATS ની ટીમ તપાસ માટે બોટાદના બરવાળા પહોંચી હતી.
ATS ના ડીઆઇજી દિપેન ભદ્રન, એસપી સુનિલ જોશી સહિત આખી ટીમ બરવાળા પહોંચી છે. સમગ્ર કેસની ATS દ્વારા ઝણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે કુલ પાંચ આરોપીને રાઉન્‍ડ અપ કર્યા છે. અમદાવાદ અને બોટાદથી આરોપીને રાઉન્‍ડ અપ કર્યા છે. અમદાવાદથી કેમિકલ મોકલનાર અને વેચનારને પોલીસે રાઉન્‍ડ અપ કર્યા છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રીક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્‍યું છે.
સૂત્રોના જણાવ્‍યા અનુસાર, દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્‍યું છે. અમદાવાદની એક ફેક્‍ટરીમાંથી મિથેનોલ લાવવામાં આવ્‍યો હતો. ત્‍યારે બરવાળા તાલુકાના ચોકડી ગામે દારૂ બનાવવામાં આવ્‍યો હતો. ચોકડી ગામના પીન્‍ટુ ગોરવા નામના બુટલેગર દ્વારા દારૂ બનાવવામાં આવ્‍યો હતો. ત્‍યારે લઠ્ઠાકાંડમાં મુખ્‍ય સૂત્રધાર બુટલેગર પીન્‍ટુ ગોરવા ઝડપાઈ ગયો છે.

બોટાદના રોજીદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા રજૂઆત કરી'તી : કોંગ્રેસે ગૃહમંત્રીનું રાજીનામુ માંગ્‍યું
ભાવનગર તા. ૨૬ : બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ ૨૦ લોકોના મોત થયા છે. જયારે હાલ ૩૨ લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં ૪ જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે.
બોટાદ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્‍તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં રોજ કરોડ઼ો લીટર દારૂ ઠલવાય છે. સરકારના આશીર્વાદ અને ભ્રષ્ટ્રાચારનું કેન્‍દ્ર ગૃહ વિભાગ માત્ર જાહેરાતો કરે છે. રાજયમાં દારૂનો ખેપીયા ખુલ્લે આમ ફરે છે. પહેલાં રાજયમાં દુધની ટેન્‍કરો ફરતી હતી આજે દારૂની ટેન્‍કરો ઠલવાય છે. ગાંધીનગરમાં બેઠેલા સંત્રિ અને મંત્રી સબ સલામતના દાવા કરે છે.
કોંગ્રેસ દ્વારા સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, રોજીદ ગામની લઠ્ઠાકાંડની ઘટના એ પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને સરકારની સરેઆમ નિષ્‍ફળતા છે. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્‍ટેશનમાં અનેક વખત મૌખીક રજૂઆત અને અરજી કરી હતી. તેમણે સ્‍થાનિક બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઈપણ પગલાં લેવામાં આવતા ન હતા અને પોલીસની નિષ્‍ક્રીયતા અને ઉપરી અધિકારીઓની પણ નિષ્‍ફળતા હતી. જેથી એમણે આ અંગે સ્‍થાનિક પોલીસને તાકિદ કરવામાં આવે અને ત્‍વરિત પગલાં ભરવાની માંગણી કરી હતી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે.
ઉપરાંત કોંગ્રેસ પક્ષ તરફથી મારા દ્વારા બોટાદ જીલ્લા પોલીસ વડાને તા. ૨૦.૦૩.૨૦૨૨ ના રોજ ઇ-મઈલથી સરપંચની રજુઆતને જોડીને જાણ કરી હતી અને આ વિસ્‍તારમા થતી ગુનાહિત પ્રવૃતિને ડામવા સખત કાયવાહી કરવા રજુઆત કરી હતી, પરંતુ રાજય સરકાર અને પોલીસ વિભાગની આ બેદરકારીને કારણે રોજીદ ગામની આ કરુણ ઘટના બનવા પામી છે, માટે જવાબદાર અધિકારીઓ ઉપર માનવ વધના ગુના સાથે તેમના કાર્યવાહી કરવામા આવે. સરકારી તંત્રની ફરજ નિષ્ઠાના અભાવે ભોગ બનેલ પરિવારને મારી સંવેદના છે અને જવાબદાર તંત્રના અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી સાથે શિક્ષાત્‍નક પગલા ભરવામા આવે તેવી માંગ છે.


કથિત લઠ્ઠાકાંડમાં ૫ આરોપી રાઉન્‍ડ અપ : અણીયાળીમાં મૃતદેહ સ્‍વીકારવા ઇન્‍કાર : એફએસએલના રિપોર્ટ બાદ સાચું કારણ આવશે
ભાવનગર તા. ૨૬ : કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્‍જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્‍શનમાં આવી છે. ભાવનગર રેન્‍જ આઈજીએ DySPની અધ્‍યક્ષતામાં SITની રચના કરી છે. બુટલેગરોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ પણ તૈયાર કરી છે. સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે, ત્‍યારે આ સાથે ATS ના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે. બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં ગુજરાત ATS એક્‍શનમાં આવી છે. ગુજરાત ATSની ટીમ તપાસ માટે બોટાદના બરવાળા પહોંચી હતી.
ATS ના ડીઆઇજી દિપેન ભદ્રન, એસપી સુનિલ જોશી સહિત આખી ટીમ બરવાળા પહોંચી છે. સમગ્ર કેસની ATS દ્વારા ઝણવટભરી તપાસ કરવામાં આવશે. બોટાદના કથિક લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ગુજરાત પોલીસે કુલ પાંચ આરોપીને રાઉન્‍ડ અપ કર્યા છે. અમદાવાદ અને બોટાદથી આરોપીને રાઉન્‍ડ અપ કર્યા છે. અમદાવાદથી કેમિકલ મોકલનાર અને વેચનારને પોલીસે રાઉન્‍ડ અપ કર્યા છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રીક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્‍યું છે.ᅠ
ઉલ્લેખનીય છે કે, કથિત લઠ્ઠાકાંડમાં લોકોના મોતની તપાસમાં FSLની મદદ લેવાશે. મૃતકોનો વિસેરા રિપોર્ટ FSL મોકલવામાં આવશે. ધંધુકા ખાતે થયેલા ૫ીએમ બાદ વિસેરા FSLમાં મોકલવામાં આવશે. FSLના રિપોર્ટ બાદ સાચા કારણની સત્તાવાર જાહેર થશે. કથિત લઠ્ઠાકાંડમાં અત્‍યાર સુધીમાં કુલ ૧૫ લોકોનાં મોત થયા છે. ત્‍યારે કથિત લઠ્ઠાકાંડમાં મૃતદેહ સ્‍વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે. ધંધૂકાના અણીયાળી ગામના ૨ લોકોનાં મોત થયા છે. અણીયાળી ગામના મૃતકોના ભાણેજે મૃતદેહ સ્‍વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃતકોના ભાણેજે ન્‍યાયની માગણી કરી મૃતદેહ ન સ્‍વીકાર્યો. મૃતકોના ભાણેજે વળતર અપાય તેવી પણ માંગ કરી છે.

બરવાળાના નભોઇ ચોકડી પાસે અડ્ડામાંથી દારૂ પીને આવ્‍યા'તા : મૃત્‍યુઆંક વધવાની શક્‍યતા : એક મહિલા પણ સારવારમાં
ભાવનગર તા. ૨૬ : રાજયમાં ફરીથી લઠ્ઠાકાંડને કારણે લોકોએ જીવ ખોવાનો વારો આવ્‍યો છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં મૃત્‍યુઆંક વધીને ૨૪ થયો હતો જે વધીને ૨૭ થયો છે.ᅠલઠ્ઠાકાંડ માં વધુ ૩ લોકોનાં મોત નીપજયા છે. વેજળકા ગામે વધુ ૨ લોકોનાં મોત તથા પોલારપુર ગામે ૧ᅠનું મોત નીપજયું છે. અત્‍યાર સુધીમાં કુલ ૨૭ લોકોનાં મોત થયા છે. જયારે ૪૦થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજી મૃતઆંક વધવાની આશંકા સેવાઇ રહ્યુ છે. આ લઠ્ઠાકાંડ સામે આવ્‍યા બાદ વહીવટી તંત્ર એક્‍શનમાં આવી ગયું છે અને DySpની અધ્‍યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. જયારે ATS પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરશે. હાલ આ કેસમાં મુખ્‍ય આરોપી જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. આ આરોપીની ક્રાઇમ બ્રાંચે પીપળજથી ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ ૬૦૦ લિટર કેમિકલ આપ્‍યું હતુ. આ મુખ્‍ય આરોપી નભોઈ ગામનો છે. તેણે જ તેના સંબંધીને કેમિકલ આપ્‍યું હતુ.
આ અંગે મળતી માહિતી પ્રમાણે , બોટાદની નભોઈ ચોકડી નજીક એક દેશી દારૂના અડ્ડા પરથી દારુ પીને નીકળેલા અનેક લોકોની તબીયત લથડી હતી. જે બાદ તેમને વિવિધ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં એક પછી એક ૧૮ દર્દીઓના મોત નીપજયાં હતા. આજે વહેલી સવારે ભાવનગરના બરવાળામાં વધુ લોકોના મોત નીપજયા છે. જેના કારણે કુલ ૨૪ લોકોના મોત નીપજયા છે.ᅠ જયારે હજુ પણ મૃત્‍યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
લઠ્ઠાકાંડનો ભોગ બનનારાઓમાં મહિલાનો પણ સમાવેશ થયો છે. જેમાં એક મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. અત્‍યારે ભાવનગરની હોસ્‍પિટલમાં ૨૨, જયારે બોટાદની હોસ્‍પિટલમાં ૪ લોકો સારવાર લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે.

 

(3:30 pm IST)