Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

PM મોદીએ જમીન પર પડેલો પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટિલનો રૂમાલ ઉપાડીને આપ્‍યો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો રૂમાલ જમીન પર પડ્‍યો હતો : નાદુરસ્‍ત તબિયતને કારણે તે નીચે વળીને તેને ઉપાડી શકતા ન્‍હોતા : પછી પીએમ મોદીએ તેને ઉપાડીને આપ્‍યો

નવી દિલ્‍હી તા. ૨૮ : અવારનવાર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના  વીડિયો અને તસવીરો સામે આવી રહી છે, જે તેમની સહાનુભૂતિ દર્શાવે છે. આ રસપ્રદ વીડિયો ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના શપથ ગ્રહણ સમારોહનો છે. કાર્યક્રમ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનો રૂમાલ જમીન પર પડ્‍યો હતો. નાદુરસ્‍ત તબિયતને કારણે તે નીચે વાળીને તેને ઉપાડી શકતી ન હતી. પછી પીએમ મોદીએ તેને ઉપાડીને આપ્‍યો. ૨૫ જુલાઈના રોજ ભારતના સૌથી મોટા બંધારણીય પદ એટલે કે રાષ્ટ્રપતિની ખુરશી પર પ્રથમ આદિવાસી બિરાજમાન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનના સેન્‍ટ્રલ હોલમાં પદ સંભાળ્‍યું.

(11:35 am IST)