Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

હજ - ઉમરાહ સેવાઓ માટે GST છૂટની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

ખાનગી ટુર ઓપરેટરો દ્વારા અરજી દાખલ કરાઇ હતી

નવી દિલ્‍હી તા. ૨૬ : સુપ્રીમ કોર્ટે વિવિધ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની બેચને ફગાવી દીધી છે. જેમાં સાઉદી અરેબિયા જતા હજયાત્રીઓને તેમના દ્વારા કરવામાં આવતી હજ અને ઉમરાહ સેવાઓ માટે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (જીએસટી)માંથી મુક્‍તિની માંગ કરવામાં આવી હતી. જસ્‍ટિસ એએમ ખાનવિલકર, જસ્‍ટિસ એએસ ઓકા અને જસ્‍ટિસ સીટી રવિકુમારની બેન્‍ચે આ ચુકાદો સંભળાવ્‍યો હતો. જસ્‍ટિસ ઓકાએ કહ્યું, ‘અમને મુક્‍તિ અને ભેદભાવ બંનેના આધારે અરજીઓ ફગાવી દીધી છે'.

જસ્‍ટિસ એ.એસ. ઓકાએ જણાવ્‍યું હતું કે ભારતની બહાર આપવામાં આવતી સેવાઓ માટે GSTની એક્‍સ્‍ટ્રા-ટેરિટોરિયલ એપ્‍લિકેશનના સંદર્ભમાં અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલ ખુલ્લી રાખવામાં આવી છે કારણ કે તે અન્‍ય બેંચ સમક્ષ ન્‍યાયાધીન છે. ટૂર ઓપરેટરો હજ પર GST વસૂલવાને પડકારી રહ્યા છે, જેઓ રજિસ્‍ટર્ડ ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો લાભ લે છે કારણ કે બંધારણની કલમ ૨૪૫ મુજબ એક્‍સ્‍ટ્રા-ટેરિટોરિયલ પ્રવૃત્તિઓ પર કોઈ ટેક્‍સ કાયદો લાગુ થઈ શકતો નથી. તેઓ દલીલ કરે છે કે ભારતની બહાર વપરાતા માલ પર GST લાદી શકાય નહીં.

તેમણે એવી પણ દલીલ કરી હતી કે આ જવાબદારી ભેદભાવપૂર્ણ છે કારણ કે તે હજ કમિટી ઓફ ઈન્‍ડિયા દ્વારા તીર્થયાત્રા કરનારા અમુક હજયાત્રીઓને મુક્‍તિ આપે છે. દ્વિપક્ષીય વ્‍યવસ્‍થા હેઠળ કેન્‍દ્ર દ્વારા ઓફર કરાયેલ ધાર્મિક યાત્રા માટે બિન-શિડ્‍યુલ્‍ડ/ચાર્ટર કામગીરીની સેવાઓનો ઉપયોગ કરતા યાત્રાળુઓ દ્વારા હવાઈ મુસાફરી પર ૫% (ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ સાથે) ની GST વસૂલાત લાગુ પડે છે. જો કે, દલીલનો બીજો ભાગ એ છે કે હાજીઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ જેમ કે ફલાઇટ મુસાફરી, રહેઠાણ વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આપવામાં આવતી મુક્‍તિને પાત્ર છે.

અગાઉ, સુપ્રીમ કોર્ટે મે ૨૦૨૨ માં અલ ઇસ્‍લામ ટૂર કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ધ્‍યાન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજીમાં ખાનગી ટૂર ઓપરેટરોએ હજ ૨૦૨૨ માટે પરવાનગી માંગી હતી.

(3:28 pm IST)