Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

નવા સંસદ ભવનમાં બાબા બાલકનાથ અને સુજાનપુર કિલ્લાની માટીનો ઉપયોગ કરાશે

હમીરપુર તા.૨૬ : જિલ્લાના ૨ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક સ્‍થળોની માટીનો ઉપયોગ નવા સંસદ ભવનમાં પણ કરવામાં આવશે. માહિતી અનુસાર, સુજાનપુર કિલ્લાની માટી અને પ્રસિદ્ધ મંદિર શ્રી બાબા બાલકનાથના પરિસરની સાથે આ સ્‍થળોની ઐતિહાસિક વિગતો ભાષા અને સંસ્‍કૃતિ નિર્દેશાલય, હમીરપુર, શિમલાને મોકલવામાં આવી છે. જયાંથી સમગ્ર રાજયના વિવિધ ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક સ્‍થળોની માટી એક સાથે કેન્‍દ્રને મોકલવામાં આવશે.
જિલ્લા ભાષા અધિકારી નિક્કુ રામે જણાવ્‍યું કે નવી સંસદ ભવન નિર્માણમાં સમગ્ર ભારતમાં ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક સ્‍થળોની માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દરેક વિસ્‍તાર ભારતની આ સંસદ ભવન માટે યોગદાન આપે. આ અભિયાન ભારતની એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના ઉદ્દેશ્‍યથી ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દેશભરમાંથી માટી એકત્ર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્‍યું કે હમીરપુરના ઐતિહાસિક સુજાનપુર કિલ્લામાંથી અડધો કિલો માટી મોકલવામાં આવી છે.

 

(3:29 pm IST)