Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

IIT બોમ્‍બેમાં તોતિંગ ફી વધારો : વિદ્યાર્થીઓનો વિરોધ : રેલી કાઢી

નવી દિલ્‍હી તા. ૨૬ : દેશની પ્રખ્‍યાત એન્‍જિનિયરિંગ સંસ્‍થા IIT બોમ્‍બેના વિદ્યાર્થીઓએ ગઈકાલે ફી વધારાને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. ઈન્‍ડિયન ઈન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ટેક્‍નોલોજી (આઈઆઈટી-બોમ્‍બે)ના વિદ્યાર્થીઓએ ગઈકાલે કોલેજ પ્રશાસન દ્વારા ફી વધારાનો વિરોધ કર્યો હતો. જેમાં કોલેજના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. IIT બોમ્‍બેના વિદ્યાર્થીઓએ હોસ્‍ટેલથી કોલેજના મુખ્‍ય દ્વાર સુધી વિરોધ રેલી કાઢી હતી. વિદ્યાર્થીઓએ ગેટ પાસે બેસીને ધરણા ચાલુ રાખ્‍યા હતા. IIT બોમ્‍બેના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે ફીમાં ૪૫ ટકાનો વધારો થયો છે. મોટાભાગના ફી ઘટકો ૨૫%થી વધારીને ૫૦% કરવામાં આવ્‍યા છે, જયારે એકલા જીમખાના ફીમાં ૩૪૦% વધારો કરવામાં આવ્‍યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્‍યું હતું કે ફી વધારાના નિર્ણય અંગે કોઈ વિદ્યાર્થી પ્રતિનિધિને જાણ કરવામાં આવી નથી. સંસ્‍થાએ વિદ્યાર્થી પ્રતિનિધિને ફી ખર્ચ અને ફી સમિતિની બેઠકો સંબંધિત કોઈપણ દસ્‍તાવેજો પ્રદાન કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

 

(3:30 pm IST)