Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જમ્‍મુ-કાશ્‍મીર વિધાનસભા ચૃંટણી : અનેક ટેકનીકલ મુશ્‍કેલીઓઃ ૨૦૨૩ના એપ્રિલ-મેમાં યોજાવાની શક્‍યતા

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ,તા. ૨૬ : એક તરફ જમ્‍મુ-કાશ્‍મીરના સ્‍થાનીક રાજકીય પક્ષો રાજ્‍યમાં જલ્‍દી વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ અંગે ખુશી મનાવી રહ્યો છે પણ હકીકતે ચૂંટણીમાં અનેક ટેકનીકલ મુદ્દાઓ છે. જેને દુર કરતા આવતા વર્ષના એપ્રિલ-મેમાં જ ચૂંટણીની સંભાવના છે.
અડચણોમાં સૌથી મોટી મુશ્‍કેલી ડીલીમીટેશન કમિશન દ્વારા વિધાનસભા અને સંસદીય ક્ષેત્રોથી સંબંધીત કવાયતને હજી પુરી કરવામાં નથી આવી. ઉપરાંત મતદાર યાદીનું પુનઃઅવલોકન પણ શરૂ થવાનું બાકી છે. સાથે જ ઠંડીની સીઝનમાં અહીં કોઇ વાર મતદાન નથી કરવામાં આવ્‍યું.
તંત્રના અધિકારીઓ મુજબ ઠંડીમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય  લોકતંત્ર માટે સારો નહીં હોય. શિયાળામાં કાશ્‍મીર ખીણ તથા જમ્‍મુના મોટા ભાગના વિસ્‍તારો વિશ્વ સાથે સંપર્ક ગુમાવે છે અને આ વિસ્‍તારોમાં મતદાન કરાવવું પણ શક્‍ય ન બની શકે.
જો ઓકટોબર અંત સુધી મતદાર યાદી ફરીથી તૈયાર થઇ જાય તો જ ચૂંટણી નવેમ્‍બરમાં કરાવી શકાય. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્‍યુ છે કે, ઓકટોબર અંતમાં જ બરફવર્ષા અડધાથી વધુ જમ્‍મુ-કાશ્‍મીરને પોતાની લપેટમાં લઇ લે છે. જેથી મતદાન પ્રક્રીયા સંભવ થઇ શકે. આમ ઠંડી પુરી થવાની રાહ જોવાય તો ચૂંટણી એપ્રિલ-મે ૨૦૨૩માં જ શકય બને તેમ છે.

 

(3:33 pm IST)