Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે જમ્‍મુ - કાશ્‍મીરમાં વિવાદઃ કોઇ જોર જબરદસ્‍તી ન હોવાનો તંત્રનો ખુલાસો

જમ્‍મુ સંભાગમાં ભાજપ સમર્થીત વિસ્‍તારોમાં જોરદાર સમર્થન

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ર૬: આવતા મહિનાની ૧૩ થી ૧પ ઓગસ્‍ટ દરમિયાન હર ઘર અને દુકાન ઉપર તિરંગો લહેરાવાની મુહિમ કાશ્‍મીરમાં વિવાદોમાં ઘેરાઇ ગઇ છે જો કે તંત્રએ આ અંગે જણાવેલ કે આ અંગે કોઇ જોર જબરદસ્‍તી નથી. પણ બબાલ એટલા માટે વધી રહી છે કે ઘણી જગ્‍યાએ જબરદસ્‍તીથી ત્રિરંગો આપી પૈસા લેવામાં આવી રહ્યા છે.
હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઘણા કાશ્‍મીરી રાજનીતિજ્ઞ મેદાનમાં કુદી ચૂકયા છે. ફારૂખ અબ્‍દુલ્લા સલાહ આપે છેકે તેઓ પોતાના ઘરમાં લગાડે તો બીજી તરફ મુફતીનો આરોપ છે કે સુરક્ષા કર્મી. જબરદસ્‍તી લોકોને તિરંગો આપી કિંમત વસુલી રહ્યા છે. તેમણે આ અંગે એક વિડીયો પણ ટવીટર ઉપર શેર કર્યો છે.
જો કે કાશ્‍મીરી રાજનીતીજ્ઞો આ દાવાઓ અને આરોપો-પ્રત્‍યારોપોને જવાબ આપતા જણાવેલ કે, મંડલાયુકત પી કે પોલે વારંવાર કહેતા હતા કે આ મામલે કોઇ સાથે કોઇ જોર જબરદસ્‍તી નથી કરવામાં આવી રહી અને આ કાર્યક્રમ સ્‍વૈચ્‍છીક છે.
દેશ ૭પ માં સ્‍વતંત્રતા દિવસના ઉપલક્ષ્્‌ો ચલાવાઇ રહેલ મુહીમને જમ્‍મુ સંભાગમાં ખાસ કરીને ભાજપ સમર્પીત વિસ્‍તારોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. આ વિસ્‍તારોમાં અત્‍યારથી જ વેંચાણે જોર પકડયું છે. કેમ કે ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઇ આ કાર્યક્રમ અંગે લોકોને જોડી રહ્યા છે.

 

(3:32 pm IST)